રતન ટાટાના નિધન બાદ હવે ટાટા ટ્રસ્ટની કમાન કોના હાથમાં હશે, આ સસ્પેંસ પરથી પડદો હટી ગયો છે. રતન ટાટાના ઉત્તરાધિકારીની તપાસ પુરી થઈ ગઈ છે. રતન ટાટાના નિધન બાદ હવે ટાટા ટ્રસ્ટની કમાન નોઅલ ટાટા સંભાળશે. ટાટા ટ્રસ્ટના નવા ચેયરમેન નોઅલ ટાટાને લઈને શુક્રવારે ટાટા ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો છે. ટાટા ગ્રુપના માર્કેટમાં લિસ્ટેડ ૨૯ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ૪૦૩ બિલિયન ડોલર એટલે કે ૩૯ લાખ કરોડ રૂપિયા છે.
ઉત્તરાધિકારી પર ચર્ચા કરવા માટે ટાટા ટ્રસ્ટની આજે મુંબઈમાં બેઠક મળી. રતન ટાટાના સૌતેલા ભાઈ નોઅલ ટાટાને ટાટા ટ્રસ્ટના ચેયરમેન બનાવવા પર મોહર લાગી છે. આ બેઠક ટાટા સન્સના પૂર્વ ચેયરમેન અને આ પરોપકારી સંગઠનની પ્રેરક શક્તિ રહેલા રતન ટાટાના ૯ ઓક્ટોબરે ૮૬ વર્ષની ઉંમરે નિધન થયા બાદ મળી. રતન ટાટાને ૧૦ ઓક્ટોબરે મુંબઈમાં પુરા રાજકીય સમ્માનની સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. તેમણે પોતાના મૃત્યું પહેલા પોતાના ઉત્તરાધિકારીની નિયુક્ત કરી નહોતી.
આપણે બધા જાણીએ છીએ કે રતન ટાટાએ કોઈ લગ્ન કર્યા નહોતા. જેથી તેમને કોઈ સંતાન પણ નથી. એવામાં રતન ટાટાની સંપત્તિના વારસદાર કોણ હશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી. સંભવિત અનુગામીઓમાં રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાનું નામ ટોચ પર હતું. નોએલ ટાટાનો જન્મ રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજી પત્ની સિમોનથી થયો હતો. પરિવારનો એક ભાગ હોવાને કારણે ઉત્તરાધિકારીઓમાં નોએલ ટાટાનું નામ ઘણું લેવામાં આવે છે. નોએલ ટાટાને ત્રણ સંતાનો છે. માયા ટાટા, નેવિલ ટાટા અને લિયા ટાટા છે. રતન ટાટાની મિલકતના સંભવિત વારસદારોમાં આ પણ છે.
નોએલ ટાટાના ત્રણેય સંતાનો હાલમાં ટાટા ગ્રુપમાં જુદી જુદી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. ૩૪ વર્ષીય માયા ટાટાએ ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ટાટા ડિજિટલમાં ભૂમિકાઓ સંભાળી છે. ટાટાની નવી એપ લોન્ચ કરવામાં તેમનો ઘણો ફાળો હતો. ૩૨ વર્ષીય નેવિલ ટાટા ટ્રેન્ટ લિમિટેડમાં પ્રમુખ હાઈપરમાર્કેટ ચેન સ્ટાર બજારને લીડ કરી રહ્યા છે. જ્યારે, ૩૯ વર્ષીય લિયા ટાટા ટાટા ગ્રુપના hospitality સેક્ટરનું ધ્યાન રાખે છે. તે તાજ હોટેલ્સ રિસોર્ટ્‌સ અને પેલેસ સંભાળે છે. તે indian હોટેલ કંપનીની દેખરેખ પણ કરે છે.