જાફરબાદ તાલુકામાં ઝેરી દવાની અસરથી પરપ્રાંતીય શ્રમિકનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે હેમાળ ગામે રહેતા વિનુભાઈ નારણભાઈ ગોંડલીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના સુઈગામના સુખીયા રામસિંહ પરમાર (ઉ.વ.૩૦)નું ઝેરી દવાની અસરથી મોત થયું હતું. નાગેશ્રી પોલીસ સ્ટેશનના વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.