ઝુડવડલી ગામના વિજપડી વિસ્તારમાં સીતારામ મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં તા.૧૫/૦૯/૨૪ ની રાત્રિએ મહાઆરતી અને અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા, ગીર સોમનાથ જિલ્લા મોરચાના પ્રમુખ પ્રવિણભાઈ સાંખટ, તાલુકા પંચાયતના પ્રમુખ ભગવતીબેન પ્રવીણભાઈ સાંખટ, જિલ્લા પંચાયતના પૂર્વે ચેરમેન અને સદસ્ય દ્વારકાદાસ દોમડીયા, સરપંચ અરજણભાઈ ડાભી પૂર્વ સરપંચ કાંતિભાઈ ઊકાણી, ગીર ગઢડા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ જેઠવા, પૂર્વ ઉપ સરપંચ નાથાભાઈ દોમડીયા, બાબુભાઈ જાદવ, નિવૃત્ત આચાર્ય જયંતીભાઈ વામજા અને સીતારામ મિત્ર મંડળના તમામ યુવાનો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલી માતાઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ મહાઆરતી અને અન્નકોટ કાર્યક્રમમાં જોડાયા હતાં.