ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામે વસવાટ કરતા ડાયાભાઈ ચનાભાઈ સોલંકી ગત રાતના સમયે પોતાના ઘરમાં સુતા હતા તે સમયે ખૂંખાર દીપડો ઘરમાં ઘુસી જઈ ડાયાભાઈ ચનાભાઈ સોલંકી ઉપર જીવલેણ હુમલો કરતા ડાયાભાઈનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતુ, જે અંગેની જાણ દિનેશભાઈ જેઠવા તથા પ્રવીણભાઈ સાંખટને થતા તુરંત ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા આવ્યો હતો, ફોરેસ્ટ વિભાગ દ્વારા આ અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરતાં મૃતક ડાયાભાઈના પત્ની ધનીબેન ડાયાભાઈ સોલંકીને વન વિભાગ મારફતે સરકારી સહાય પેટે રૂપિયા પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો હતો.