જીશાન સિદ્દીકી બાદ હવે તેના નજીકના લોકોને પણ છેડતી માટે ફોન આવ્યા છે. પોલીસે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, બાબા સિદ્દીકીના પરિવારના એક નજીકના સભ્યએ મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે, જેમાં તેણે કહ્યું છે કે તેને છેડતી માટે ફોન આવી રહ્યા છે.
ફોન કરનાર વ્યક્તિએ ૫ કરોડ રૂપિયાની માંગણી કરી અને પોતાને બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો. ઈકબાલ નામના વ્યક્તિ દ્વારા મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જે બાબા સિદ્દીકી હત્યા કેસમાં પ્રત્યક્ષદર્શી પણ છે. ઈકબાલે પોલીસને જણાવ્યું કે એક વ્યક્તિએ તેને ફોન કર્યો અને કહ્યું કે ૫ કરોડ રૂપિયા તૈયાર રાખો, નહીં તો તને પણ તમારા બોસ પાસે મોકલી દેવામાં આવશે. હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની અનેક કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
ઝીશાન સિદ્દીકીને બાંદ્રા ઈસ્ટ સ્થિત પબ્લીક રિલેશન ઓફિસના ફોન પર પણ ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન પર વ્યક્તિએ અભિનેતા સલમાન ખાન અને ધારાસભ્ય જીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી આપી હતી અને પૈસાની માંગણી કરી હતી. પોલીસે ઉત્તર પ્રદેશથી કોલ કરનાર વ્યક્તિની ધરપકડ કરી હતી. આ કેસમાં ઓફિસના કર્મચારી જીશાન સિદ્દીકીએ આપેલી ફરિયાદના આધારે નિર્મળનગર પોલીસ સ્ટેશનમાં અજોણ્યા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી ત્યારે કોલ કરનાર વ્યક્તિ નોઈડાની હોવાનું બહાર આવ્યું. મુંબઈ પોલીસે તેની નોઈડાથી ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીની ૧૨ ઓક્ટોબરની રાત્રે હત્યા કરવામાં આવી હતી, જેની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. બાબા સિદ્દીકી મર્ડર કેસમાં અત્યાર સુધીમાં ઘણી ધરપકડ કરવામાં આવી છે. ૨૬ ઓક્ટોબરે પંજાબના લુધિયાણામાંથી ૧૫મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેનું નામ સુજેશ સુશીલ સિંહ છે. પોલીસ આ મામલે અલગ-અલગ એગલથી તપાસ કરી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના એનગલથી પણ તપાસ ચાલી રહી છે, કારણ કે માનવામાં આવે છે કે બાબા સિદ્દીકી પર સલમાન ખાનની નિકટતાના કારણે હુમલો થયો હોઈ શકે છે. જો કે બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીનું કહેવું છે કે તેમના પિતા ગરીબોના હક માટે અવાજ ઉઠાવતા હતા, તેથી તેમની હત્યા કરવામાં આવી હતી.