પંજાબ કિંગ્સના કોચ તરીકે રાજીનામું આપનારા ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડી ફ્લાવરને આઇપીએલમાં નવી જાડાયેલી લખનઉ ફ્રેન્ચાઈઝીના હેડ કોચ તરીકે નિયુક્ટ મળી ગઈ છે. ફ્લાવરે પંજાબ સાથે છેડો ફાડયો ત્યારથી જ તેઓ લખનઉની ટીમ સાથે જાડાશે તેવી અટકળો ચાલી રહી હતી.
ફ્લાવરે તેમના નિવેદનમાં કહ્યું છે કે, હું લખનઉની આઇપીએલમાં પ્રવેશી રહેલી નવી ફ્રેન્ચાઈઝી સાથે જાડાઈને ખુબ જ રોમાંચ અનુભવી રહ્યો છું. મને આ તક મળી તે બદલ હું ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટનો આભારી છું. હું સૌપ્રથમ વખત ૧૯૯૩માં ભારત પ્રવાસે આવ્યો હતો. જે પછી મને ભારતમાં પ્રવાસ ખેડવાની, રમવાની અને કોચિંગ આપવાની મજા આવી છે. ભારતમાં ક્રિકેટ તરફ જબરજસ્ત પેશન છે. હું ર્ડો. ગોયન્કા અને લખનઉની ટીમ સાથે કામ કરવા માટે ઉત્સુક છું.
આઇપીએલમાં છેલ્લી બે સિઝનથી પંજાબની ટીમની કેપ્ટન્સી કરી રહેલા કે.એલ. રાહુલે પણ ફ્રેન્ચાઈઝી છોડી દીધી છે. હવે તે લખનઉની ટીમ સાથે કેપ્ટન તરીકે જાડાશે તે નક્કી મનાય છે. પંજાબની ટીમના માલિક નેસ વાડિયા આ અંગે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતુ કે, નવી ફ્રેન્ચાઈઝીએ આઇપીએલમાં ખેલાડીઓને રિટેન કરવાની ડેડલાઈન પહેલા જા અમારા ખેલાડીનો સંપર્ક કર્યો હોય તો તે નિયમનો ભંગ કહેવાય.