(એ.આર.એલ),જામનગર,તા.૪
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જોમનગરમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધનો ૨ ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આજે આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે, જ્યારે જામનગર શહેરમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જોમનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી
આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ૪ વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે. ૧ તારીખે સેમ્પલ જીનોમ માટે મોકલવામાં આવ્યું હતું.વિદેશથી આવેલા ૪૫૦ લોકોના ૩૦ નવેમ્બરે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને ૧ ડિસેમ્બરે ટેસ્ટિંગ માટે સેમ્પલ પુણે મોકલવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આજે આવતાં જેમાં ૪ કોરોના પ્રોઝિટિવ અને એક ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે, જ્યારે ૩ લોકોના રિપોર્ટ આવવાના બાકી છે. એક ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ તંત્ર દ્વારા ૮૭ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.
જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એક પરિવારના સાત લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતાં આરોગ્યતંત્ર દોડતું થયું છે. આ દર્દીને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જોહેર થયેલા દર્દીના નમૂના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચૂકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રિપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે.
જામનગરમાં ૨ ડિસેમ્બરે વધુ એક પોઝિટિવ દર્દી નોંધાયો હતો. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક જ પરિવારના સાત દર્દી નોંધાયા હતા. જોકે ત્યાર બાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ, પણ આજે આ ચિંતા બેવડાઈ છે, કારણ કે કોરોનાના નવો વેરિયન્ટ ભારતમાં દસ્તક દઈ ચૂક્યો છે. ખૂબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જોમનગરમાં નોંધાયેલા ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જોહેર થતાં જીજી હોસ્પિટલમાં પોઝિટિવ જોહેર થયેલા દર્દીના નમૂના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા હતા. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના દર્દીને પગલે આરોગ્યતંત્ર સહિત શહેરમાં ચિંતા છે.
મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન્સ આવી ચૂકી છે કે જે લોકોને બી.૧.૫.૧.૨.૯ છે તેમને આપણે એક આઇસોલેશન હોય એમાં એક રૂમ અલગ કરીને રાખીએ છીએ અને કોવિડ સિવાયનો એક રૂમ અલગ કરી એની અંદર ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો કરીને રાખીએ છીએ. એની અંદર એવી રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે.ખરાડીએ જણાવ્યું હતું કે જ્યારે પોઝિટિવ કેસ આવે છે ત્યારે તરત જ આરોગ્યતંત્ર ટેસ્ટિંગ ચાલુ કરે છે અને આપણે બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ, જેમાં નજીકથી મળ્યા હોય એને, જ્યારે હાઈ રિસ્ક ટેસ્ટિંગ અને લો રિસ્ક ટેસ્ટિંગ હોય છે તથા આજુબાજુના લોકો, જેઓ તેના સંપર્કમાં આવ્યો હોય. આરોગ્ય ખાતાને સૂચના પણ આપી દીધી છે કે શહેરમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવી. ઓમિક્રોન વેરિયન્ટથી આરોગ્યતંત્ર અલર્ટ થઈ ગયું છે.