ઝારખંડ સરકાર નવા વર્ષમાં રાજ્યની જનતાને એક મોટી ભેટ આપવા જઇ રહી છે. જણાવી દઇએ કે, નવા વર્ષમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું થશે. રાજ્યનાં મુખ્યમંત્રી હેમંત સોરેને આ જોહેરાત કરી છે. પરંતુ આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર બીપીએલ કાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે ૨૬ જોન્યુઆરીથી ઝારખંડમાં બીપીએલ કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે.
મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે, ૨૬ જોન્યુઆરીથી બીપીએલકાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ ૨૫ રૂપિયા સસ્તું મળશે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ૫ અને ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ૫ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. આ સિવાય ઘણી રાજ્ય સરકારોએ તેમના રાજ્યમાં વેટમાં ઘટાડો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ અને ડીઝલ પર વેટનાં દર ઘટાડવાની માંગ કરી રહ્યું હતું. એસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર ૫% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર વેટનો દર ૨૨%થી ઘટાડીને ૧૭% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને કહ્યું કે પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે. જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે.