(એ.આર.એલ),રાંચી,તા.૮
ઝારખંડ વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ પૂર્ણ થયો હતો. હેમંત સોરેને ફ્લોર ટેસ્ટ પાસ કર્યો છે. તેમણે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી દીધી છે. તેમની પાસે ૪૫ ધારાસભ્યોનું સમર્થન છે. વિપક્ષ પાસે કોઈ રાજકીય વ્યૂહરચના નથી. બહુમતી સાબિત થયા બાદ કેબિનેટ વિસ્તરણ અંગેની Âસ્થતિ પણ સ્પષ્ટ થશે. જેમાં કહેવામાં આવ્યું હતું કે જે મંત્રીઓ શપથ લેવાના છે તેમને આમંત્રણ મોકલવામાં આવશે. આજે ઝારખંડ વિધાનસભામાં ફલોર ટેસ્ટ દરમ્યાન હેમંત સરકાર તરફના વિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં ૪૫ મત પડ્યા હતા. તે જ સમયે, પ્રસ્તાવની વિરુદ્ધ શૂન્ય મત પડ્યા હતા. દરમ્યાન વિધાનસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.મુખ્યમંત્રી હેમંત સોરેને આજે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરી છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન વિપક્ષ અને પક્ષ વચ્ચે વિશ્વાસ પ્રસ્તાવ પર જારદાર અને ઉગ્ર ચર્ચા થઈ હતી. જણાવી દઈએ કે હેમંત સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ૪૪ ધારાસભ્યોના હસ્તાક્ષર ધરાવતો સમર્થન પત્ર સોંપ્યો હતો. જા કે તેમની તરફેણમાં ૪૫ મત પડ્યા હતા. હેમંત સોરેનને ઝારખંડ મુÂક્ત મોરચા, કોંગ્રેસ, રાજેડી સીપીઆઇ એમએલનું સમર્થન છે. હેમંત સોરેને કહ્યું કે વિપક્ષ પાસે કોઈ રાજકીય વિચાર નથી. વિપક્ષ પાસે કોઈ એજન્ડા નથી. અમે વિપક્ષના દરેક સવાલનો જવાબ આપીશું. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતાએ કહ્યું કે આ સરકારનો પાયો છેતરપિંડી પર આધારિત છે. સરકારે અહીંના યુવાનોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.
જણાવી દઈએ કે આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ હતો. આ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી હેમંત સોરેન તરફી ૪૫ મતો પડયા. ઝારખંડમાં હેમંત સોરેને બહુમત માટે ૪૧ મતોની જરૂર હતી. કારણ કે હાલમાં ગૃહમાં ૫ બેઠકો ખાલી છે. જયારે મતદાન કરનારા સભ્યોની સંખ્યા ૭૭ હતી. અને વિશ્વાસ પ્રસ્તાવમાં હેમંત સોરેનને ૪૫ મતો મળતા તેમણે બહુમતી સાબિત કરતા હવે આગામી દિવસોમાં તેઓ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.
હવે સોરેનની કેબિનેટનું વિસ્તરણ પણ થઈ ગયું છે. ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને  નેતૃત્વવાળા ગઠબંધનના વરિષ્ઠ નેતાઓ અને અન્ય સરકારી અધિકારીઓની હાજરીમાં રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પૂર્વ સીએમ ચંપાઈ સોરેનને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે.આ મંત્રીમંડળમાં ઝારખંડ મુક્ત મોરચા તરફથી બસંત સોરેન, દીપક બેરુઆ, હફિજુલ હસન અંસારી, બેબી દેવી, મિથિલેશ ઠાકુર, બૈદ્યનાથ રામનો સમાવેશ કરાયો છે. જણાવી દઈએ કે બૈદ્યનાથ રામ સિવાય આ તમામ નેતાઓ હેમંત અને ચંપાઈ સોરેન સરકારમાં મંત્રી પદ ઉપર પણ હતા. સત્યાનંદ ભોક્તાને આરજેડી ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે.