(એ.આર.એલ),રાંચી,તા.૩૧
ભારતીય જનતા પાર્ટી ૨૦૨૪ની ચૂંટણીમાં ઝારખંડમાં ૫ વર્ષની રાહનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ માટે તેણે ઈન્ડયા એલાયન્સના પડકારને પાર કરવો પડશે. ઉપરાંત, એ જાવાનું રહેશે કે પાર્ટી ઝારખંડમાં તેના ૧૨ના ‘અશુભ’ આંકડાથી દૂર રહે છે. ભગવા પાર્ટી ૧૨ના આંકડાથી દૂર રહીને ૧૪ના આંકડાને સ્પર્શવા ઈચ્છશે. ઝારખંડમાં, ૧૪નો આંકડો તેમના માટે સુખદ હતો અને રાજ્યમાં પ્રથમ વખત કોઈ સરકાર (મુખ્યમંત્રી રઘુવર દાસ) ૫ વર્ષ પૂરા કરે છે.નવેમ્બર ૨૦૦૦માં ઝારખંડને બિહારથી અલગ કરીને નવા રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. નવા રાજ્ય તરીકે દેશના નકશા પર આવેલા ઝારખંડમાં વર્ષ ૨૦૦૫માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અહીં અત્યાર સુધી યોજાયેલી ૪ ચૂંટણીઓમાંથી, વર્ષ ૨૦૧૪ ભારતીય જનતા પાર્ટી માટે શાનદાર ચૂંટણી હતી કારણ કે પ્રથમ વખત તેણે અહીં સારું પ્રદર્શન કર્યું હતું.૮૧ બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં, ભાજપે ૭૨ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાં તેણે ૩૭ બેઠકો જીતી હતી. જાકે, એક સીટ પરની સિક્યોરિટી ડિપોઝીટ પણ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાર્ટીનો વોટ શેર (૩૧.૮ ટકા) પણ નોંધપાત્ર રીતે વધ્યો હતો. પરંતુ ૯ અને ૧૨ના આંકડા પાર્ટી માટે ‘અશુભ’ સાબિત થયા. રાજ્યમાં યોજાયેલી છેલ્લી ૪ ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આવું એક નહીં પરંતુ બે વખત બન્યું છે.ઝારખંડમાં ૨૦૦૫માં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ પાર્ટીએ ૬૩ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાંથી ૩૦ સીટો જીતી હતી. પરંતુ ૨૦૦૯માં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૦૫ની સરખામણીમાં ૨૦૦૯ની ચૂંટણીમાં તેની ૧૨ બેઠકો ઘટી હતી અને તેને સત્તા ગુમાવવી પડી હતી. ત્યાર બાદ તેણે ૬૭ સીટો પર પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તેને માત્ર ૧૮ સીટોથી જ સંતોષ માનવો પડ્યો.૨૦૦૯માં હાર બાદ ભાજપે ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી. ૭૨ બેઠકોમાંથી ૩૭ બેઠકો પર તેના ઉમેદવારોનો વિજય થયો હતો. પહેલીવાર ભાજપ પણ બહુમતી સાથે સરકાર બનાવવામાં સફળ રહી હતી. ચૂંટણીમાં, બાબુલાલ મરાંડીની પાર્ટી ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રક)ના ૮માંથી ૬ ધારાસભ્યો ૨૦૧૫ની શરૂઆતમાં ભાજપમાં જાડાયા હતા. બાદમાં વિધાનસભા અધ્યક્ષે પણ આ વિલીનીકરણ માટે તેમની મંજૂરી આપી હતી, જેનાથી રાજ્યમાં રઘુવર દાસ સરકારની સ્થતિ વધુ મજબૂત બની હતી. રઘુવરે સંપૂર્ણ ૫ વર્ષ સુધી તેમની સરકાર ચલાવી અને તે ઝારખંડમાં આમ કરનાર પ્રથમ મુખ્યમંત્રી પણ બન્યા.પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં ૯ અને ૧૨ના આંકડા ફરી એકવાર ભાજપ માટે અશુભ સાબિત થયા. આ ચૂંટણીમાં ભાજપે ઘણી મહેનત કરી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત, ૨૦૧૪ ની તુલનામાં, તેની બેઠકોની સંખ્યામાં ફરીથી ૧૨ નો ઘટાડો થયો છે. અગાઉ ૨૦૦૯માં પણ ભાજપની સીટોમાં ૧૨ સીટોનો ઘટાડો થયો હતો, હવે ૨૦૧૯માં પણ તેની સીટો એટલી જ ઓછી થઈ છે.વર્ષ ૨૦૧૯ માં, ભાજપે પ્રથમ વખત ૭૯ બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ ૧૨ બેઠકોના નુકસાન સાથે તે ઘટીને માત્ર ૨૫ થઈ ગઈ હતી. જા કે, ભાજપ માટે રાહતની વાત એ હતી કે તેની વોટ ટકાવારીમાં વધારો થયો અને તેને પહેલીવાર ૩૩ ટકાથી વધુ વોટ મળ્યા. હવે જાવાનું એ રહે છે કે શું ભાજપ ૨૦૨૪ની ચૂંટણીમાં ૨૦૧૪ના ઐતિહાસિક પ્રદર્શનનું પુનરાવર્તન કરવામાં સફળ રહે છે કે પછી ૨૦૦૯ અને ૨૦૧૯ના ‘અનલકી ૧૨’ના સંયોજન સાથે પરિણામો હાંસલ કરે છે.