હજોરીબાગના બડકાગાંવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અંબા પ્રસાદ એકવાર ફરી ચર્ચામાં છે આ વખતે અંબા પ્રસાદ માથા પર ટોકરી લઇ હજોરીબાગમાં કિસાન બજોરનું ઉૃદ્ધાટન કરવા માટે શાકભાજી વિક્રેતાઓની વચ્ચે પહોંચ્યા હતાં ધારાસભ્ય અંબા પ્રસાદનો ફોટો સોશલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે આ દરમિયાન તેની સાથે શાકભાજી વેચતી અનેક અન્ય મહિલાઓ પણ હતી એ યાદ રહે કે છ મહીના પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગ પર ધારાસભ્ય અંબા પ્રસાદ ધોડા પર સવાર થઇ વિધાનસભા પહોંચ્યા હતાં.
આ પ્રસંગે અંબા પ્રસાદે કહ્યું કે તે એક કિસાન પરિવારથી આવે છે આથી તેમણે કિસાનોનો ઉત્સાહ વધારવા માટે માથા પર શાકભાજીની ટોકરી રાખી છે.તેમણે કહ્યું કે તે કિસાનોના દુખ દર્દ સારી રીતે સમજે છે અને તેના માટે તે દિવસ રાત કામ પણ કરી રહ્યાં છે.ગરીબ મહિલાઓને દુરના વિસ્તારોથી હજોરીબાગ આવીને શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે આથી શાકભાજી વિક્રેતાઓ માટે વેંડર માર્કેટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.
શાકભાજી બજોરના ઉદ્‌ધાટન પ્રસંગ પર ધારાસભ્ય અંબા પ્રસાગે કિસાનોને કહ્યું કે તે ધારાસભ્ય જ નથી તેમના ઘરની પુત્રી પણ છે આ દરમિયાન ધારાસભ્યને બજોરમાં શોચાલય નહીં હોવાની માહિતી મળી તો તેમણે કિસાનોને આશ્વાસન આપ્યું કે તે જીલ્લા પ્રશાસનથી વાત કરી તાકિદે શોચાલયનું નિર્માણ કરાવવાનું કહેશે અંબા પ્રસાદ હાલના દિવસોમાં સમગ્ર જીલ્લામાં જનતાની મુલાકાત કરી તેમની સમસ્યાઓના સમાધાન માટે વાતચીતો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે કિસાન અને મજદુરોની જે પણ સમસ્યા છે તેને તાકિદે ઉકેલવામાં આવશે