ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી અવિનાશ પાંડે વચ્ચે ગઠબંધનને સફળ બનાવવા માટે એક બેઠક મળી હતી આ બેઠકમાં નવ સભ્યોની સંકલન સમિતિની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ સમિતિના અધ્યક્ષ ઝામુમોના કેન્દ્રીય અધ્યક્ષ શિબુ સોરેન રહેશે આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુર, વિધાનસભા પક્ષના નેતા આલમગીર આલમ પણ હાજર રહ્યાં હતાં.
અવિનાશ પાંડેએ કહ્યું હતું કે ગઠબંધનમાં સંકલન અને સંવાદને વધુ મજબુત બનાવવા માટે આ સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ રાજકીય નિયુક્તિઓના નિર્ણય અને રાજય સરકારના જનહિતની યોજનાઓના અમલ અને પ્રચાર પ્રસારની સમીક્ષા કરશે આ ઉપરાંત તે કોમન મિનિમમ પ્રોગ્રામના સંદર્ભમાં નિર્ણય લેશે શિબુ સોરેનની અધ્યક્ષતામાં તાકિદે સમિતિની બેઠક થશે સમિતિમાં જેએમએમના શિબુ સોરેન ઉપરાંત વિનોદ પાંડેય,ફાગુ બેસરા,સરફરાજ અહમદ યોગેન્દ્ર મહતો જયારે કોંગ્રેસના રાજેશ ઠાકુર,આલમગીર આલમ અને બંધુ તિર્કી જયારે રાજદના સત્યાનંદ ભોકતાને સામેલ કરવામાં આવ્યા હતાં.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન દ્વારા મહુઆ માંઝીને ઉમેદવાર બનાવવા પર જેએમએમની વચ્ચે રાજકીય તિરાડ ઉભી થઇ હતી કારણ કે કોંગ્રેસ આ બેઠક પર પોતાની દાવેદારી કરી રહી હતી.ઝારખંડ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુરે જોહેરમાં કહ્યું હતું કે દિલ્હીમાં સોનિયા ગાંધીની સાથે બેઠક થઇ હતી અને કંઇક નકકી થયું હતું પરંતુ રાંચી આવ્યા બાદ જોહેરાત કંઇક અન્ય કરી દેવામાં આવી હતી આવામાં સ્પષ્ટ છે કે જેએમએમ અને કોંગ્રેસની વચ્ચે મતભેદ વધી શકે તેવી સંભાવના છે.