(એ.આર.એલ),ગિરિડીહ,તા.૧૪
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ઝારખંડના ગિરિડીહમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે ઝારખંડમાં ઘૂસણખોરોનો સમય સમાપ્ત થવાનો છે. ભાજપ તેમને ઝારખંડમાંથી હાંકી કાઢશે. શાહે વકફ બિલ પર પણ વાત કરી અને કહ્યું કે તેમની સરકાર ચોક્કસપણે વક્ફ એમેન્ડમેન્ટ બિલ લાવશે.
રેલી દરમિયાન અમિત શાહે કહ્યું, ‘હું ઘૂસણખોરોને કહેવા માંગુ છું કે હેમંત સોરેનની સરકાર જવાની છે અને આ સાથે ઝારખંડમાં તમારો સમય પણ ખતમ થવાનો છે. ભાજપ તમને ઝારખંડમાંથી બહાર ફેંકી દેશે. આદિવાસીઓની જમીન પર જેણે પણ અતિક્રમણ કર્યું છે તેની સામે કાયદો લાવવામાં આવશે. શાહે કહ્યું કે રાહુલ ગાંધીની પાર્ટી કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ પાછી લાવવા માંગે છે. કાશ્મીર અમારું છે અને તેને કોઈ અમારી પાસેથી છીનવી નહીં શકે. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે પાકિસ્તાન તરફથી વારંવાર આતંકવાદી હુમલા થતા હતા. જ્યારે વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળી ત્યારે તેમણે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓને ખતમ કર્યા.
અમિત શાહે કહ્યું કે, ‘ઝારખંડમાં નક્સલવાદની સમસ્યા હતી, તેઓએ ઝારખંડને બરબાદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. વડાપ્રધાન મોદીએ ઝારખંડને નક્સલવાદથી મુક્ત કરાવ્યું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ ગયું છે. જેએમએમ અને કોંગ્રેસનો પ્રથમ તબક્કામાં સફાયો થઈ જશે.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે વકફ બોર્ડે કર્ણાટકના એક ગામની જમીનને વકફ પ્રોપર્ટી જાહેર કરી છે. સદીઓ જૂના મંદિરો, ખેડૂતોની જમીન અને મકાનોને પણ વકફ મિલકત જાહેર કરવામાં આવી હતી. અમે વકફ સંશોધન બિલ લાવશું, જ્યારે રાહુલ ગાંધી અને હેમંત સોરેન આ બિલનો વિરોધ કરી રહ્યા છે.અમિત શાહે કહ્યું કે ‘આપણું ઝારખંડ સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ કમનસીબે ઝારખંડ સમૃદ્ધ છે, ઝારખંડી ગરીબ છે. કારણ કે જેએમએમ સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓમાં ભ્રષ્ટાચાર કર્યો છે. હું આજે અહીંથી વચન આપું છું કે, તમે ૨૦મીએ કમળના પ્રતીકનું બટન દબાવો, અમે ઝારખંડમાં આવી ફેક્ટરીઓ લગાવીશું, જેથી અહીંના યુવાનો મજૂરી માટે અન્ય રાજ્યોમાં ન જાય. રાહુલ ગાંધી પર નિશાન સાધતા શાહે કહ્યું કે ‘સોનિયા ગાંધીને તેમના પુત્રને લોન્ચ કરવાનો ખૂબ શોખ છે. સોનિયા ગાંધીએ રાહુલ નામનું વિમાન ૨૦ વખત લોન્ચ કર્યું, પરંતુ તે ક્યારેય લેન્ડ થયું નહીં. આ પ્લેન ૨૦ વખત ક્રેશ થયું છે અને ૨૧મી વખત દેવઘર એરપોર્ટ પર ક્રેશ થવા જઈરહ્યું છે.ગિરિડીહમાં રેલી દરમિયાન એક મહિલાએ ગૃહમંત્રી અમિત શાહનું હાથથી દોરેલું પોટ્રેટ રજૂ કર્યું હતું. હકીકતમાં ગૃહમંત્રીએ મહિલાને જાતા જ સ્ટેજ પરથી નીચે ઉતરીને મહિલાની નજીક જઈને તેની તસવીર ખેંચાવી હતી. ગૃહમંત્રીનું પોટ્રેટ બનાવનાર મહિલાએ કહ્યું કે ‘તે ખૂબ જ ખુશ છે કે ગૃહમંત્રી પોતે આવ્યા અને તેમનું પોટ્રેટ લીધું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે ગિરિડીહ આવશે.