સરકારની સતત વાતચીત બાદ ઝાયડસ કેડિલાએ પોતાની કોરોના વેક્સિનની કિંમત ઘટાડીને ૨૬૫ રૂપિયા પ્રતિ ડોઝ રાખવા માટે સહમતિ દર્શાવી છે. જાકે, આ અંગે સત્તાવાર કોઈ સમજૂતિ ન થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ઈન્જેક્શન વગર આપવામાં આવનારી પ્રથમ વેક્સિન ઈન્જેક્શન વગર આપવામાં આવનારી કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના પ્રત્યેક ડોઝ માટે ૯૩ રૂપિયાની કિંમત ધરાવતા ડિસ્પોઝેબલ જેટ એપ્લિકેટરની આવશ્યક્તા રહે છે. જેના કારણે તેની કુલ કિંમત ૩૫૮ રૂપિયા પ્રતિ ડોઝ થશે.

સૂત્રના જણાવ્યા પ્રમાણે, કંપનીએ શરૂઆતમાં વેક્સિનની કિંમત માટે રૂપિયા ૧૯૦૦નો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારબાદ મહિનાઓ સુધી ચાલેલી વાટાઘાટો બાદ સપ્તાહના અંત સુધીમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.