જંગલ મેં કોયલ બોલી કૂ કૂ કૂ… કૂ કૂ કૂ…
સાથમે ઢોલ બજાયે બેસ્ટી બુલબુલ..
તો મોન્ટુ મોર અને ઢબુ ઢેલે સાથે નૃત્ય રજૂ કર્યું,
મન મોર બની થનગાટ કરે..
પીન્ટુ પોપટ અને કલબલ કાબરે પોતાના છટાદાર વકતૃત્વ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા. સ્વીટુ સુગરી, દાજી દરજીડો અને લકી લકકડખોદ સૌને ભરતગૂંથણ, સીવણ, કાષ્ટકલા અને સુશોભન શીખવતાં હતાં.
બીલ્લુ બાજ નિશાનેબાજીનું કરતબ બતાવી રહ્યો હતો. ત્યાં જ અચાનક જંગલના રાજા સિંહની ત્રાડ સંભળાઈ. બધા પંખીઓ બધુ પડતું મૂકીને ઊડાઊડ કરતાં વૃક્ષોની ડાળીઓ ને પાંદડા વચ્ચે લપાઈ ગયા. સિંહને કંઈક ઉજવણી થતું હોય તેવું લાગ્યું પણ કોઈ નજરે ન ચડતાં ત્યાંથી તે વિદાય થયો. બધા પંખીઓને હાશ થઈ. વળી પાછાં સૌ પોતપોતાની
પ્રવૃત્તિમાં જોતરાયા.
બીટ્ટુ બતક ડૂબકી અને તરણમાં પોતાની આવડત બતાવી રહ્યો હતો. પીકુ પતરંગો અને ચકુ ચકલી ચિત્રકામ અને રંગપૂરણી કરી રહ્યા હતા. તો સમડી અને હંસ આકાશમાં ઊંચી ઉડાન ભરી રહ્યા છે. કીટ્ટુ કબૂતર અને હંટી હોલો માટીકામ કરી રહ્યા હતા. એટલામાં કલ્લુ બધી પ્રવૃત્તિઓની મુલાકાતે પહોંચ્યો. મોર અને ઢેલને નૃત્ય કરતાં જોઈ કહેવા લાગ્યો,
I am aકલ્લૂ કૌઆ,I am a ડિસ્કો ડાન્સર…
કલ્લુ કાગડો તો સૌને આમ સંભળાવતો જાય. પણ કોઈ પંખી એનું કાંઈ સાંભળે તો ને ! બધા પંખીઓ કલ્લુ કાગડાની ટેવને સારી રીતે જાણતા હતા. એ તો ઊડ્યા કરે ને બોલ્યા કરે ! એ જાણે ને એની ટેવ ! કોઈ સાંભળે નહિ.
તો પીંકી પતંગિયું પણ આ બાળમેળાની મુલાકાતે નીકળ્યું. એને તો બધા પંખીઓની જુદી જુદી પ્રવૃત્તિઓ ખૂબ ગમી. એ તો બોલી ઊઠ્યું, “વાહ ભૈ વાહ ! તમે પંખીઓએ તો કમાલ કરી. ખૂબ સુંદર આયોજન. અમે પણ આવો બાળમેળો કરવાનું જરૂર વિચારીશું.” એ તો ઊડતું જાય, જોતું જાય ને સૌના વખાણ કરતું જાય. એ તો બોલ્યું,
“સઘળી પ્રવૃત્તિ સારી છે,
સઘળી પ્રવૃત્તિ ન્યારી છે,
અભિનંદન અભિનંદન,
ઘણા ઘણા અભિનંદન.”
આમ આખો દિવસ બધા બાળપંખીઓએ સુંદર સુંદર પ્રવૃત્તિઓ કરી. કાકાકૌઆ અને પક્ષીરાજ ગરુડ સૌની
પ્રવૃત્તિઓ નિહાળતા પ્રવૃત્તિઓને ખૂબ વખાણી અને કહ્યું, “જોયું ને! આને કહેવાય સંપ ત્યાં જંપ! સૌએ સાથે મળીને મજાનો બાળમેળો કર્યો.”
પક્ષીરાજ ગરુડે બાળમેળામાં ભાગ લઈ સુંદર પ્રવૃત્તિઓ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા. તો કાકાકૌઆએ બાળમેળાને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, “ઝાઝા હાથ રળિયામણા. આ કામમાં સૌનો ઉમદા અને ઉત્તમ સહયોગ સાંપડ્યો છે. સૌએ ખૂબ આનંદ સાથે બાળમેળો ઉજવ્યો.” Mo ૯૦૯૯૧૭૨૧૭૭