રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે લોકશાહીનો એક સુંદર નજારો જોવા મળ્યો હતો. અહીં પંચાયતની ચૂંટણી દરમિયાન રાજેશ સોલંકી નામના વરરાજાએ પોતાના લગ્નની વિધિઓ શરૂ થાય તે પહેલાં જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. તેમણે ઝાંઝમેરની સરકારી શાળામાં જઈને પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કર્યું હતું. વરરાજાના પહેરવેશમાં સજ્જ રાજેશભાઈએ મતાધિકારનો ઉપયોગ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મતદાન કર્યા બાદ તેમણે અન્ય નાગરિકોને પણ લોકશાહીના આ મહાપર્વમાં જોડાઈને વધુમાં વધુ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી હતી.








































