ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારના રોષનો ભોગ બન્યા છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાની જિલ્લાની ઝઘડિયા માં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગનો મામલો હવે ઉગ્ર બન્યો છે. કંપનીમાં રાકેશ વસાવા નામના યુવકનું મૃત્યુ થયા બાદ ચૈતર વસાવા ત્યાં પહોંચ્યા હતા. જા કે, મૃતકના પરિવારજને તેમને ત્યાંથી જતા રહેવા જણાવ્યું હતું અને આ દરમિયાન બોલાચાલી વધતા રોશન વસાવા નામના વ્યક્તિએ પોલીસની હાજરીમાં ચૈતર વસાવાને લાફાવાળી કરી હતી. આ સમગ્ર ઘટનાનો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું હુલ્લડ કે અશાંતિ સર્જાશે, તો તેના માટે સંપૂર્ણ જવાબદાર ચૈતર વસાવા પોતે રહેશે. આ ઘટનાથી હાલ રાજકારણમાં ભારે ગરમાવો સર્જાયો છે, જ્યાં એક તરફ જનપ્રતિનિધિ ન્યાય અપાવવાની વાત કરે છે, તો બીજી તરફ પીડિત પરિવાર જ તેમની હાજરીનો વિરોધ કરી રહ્યો છે.
મરણ જનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રોશન વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો છે કે, ચૈતર વસાલા માત્ર પૈસા ઉઘરાવવા કંપનીએ આવ્યા છે. રોશન વસાવાએ કહ્યું કે, કંપની સાથે તેમનું સુખદ સમાધાન થઈ ગયું છે, અમે નથી બોલાવ્યા છતાં વાતાવરણ ડહોળવા ચૈતર વસાવા કંપની ઉપર આવ્યા છે. ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે, હુલ્લડ થશે તો જવાબદાર ચૈતર વસાવા રહેશે.
નોંધનીય છે કે, ભરૂચના ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી મેટ્રોપોલિટન એક્જિમકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૧૫ કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. કમનસીબે સારવાર દરમિયાન ૨ કામદારોના મોત નિપજતા મામલો વધુ ગરમાયો છે. ઘટનાના દિવસો બાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોના પરિવારજનો સાથે કોઈ વાતચીત કે સહાયની જાહેરાત ન કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
ન્યાયની માંગ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીના ગેટ પર પહોંચ્યા હતા. જા કે, મેનેજમેન્ટે ગેટ ન ખોલતા અંતે વસાવા ગેટ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ છે.
ભરૂચ જિલ્લાની ઝઘડિયા માં આવેલી મેટ્રોપોલિટન કંપનીમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા કામદાર રાકેશ વસાવાનું સુરતની યુનિવર્સલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ આગની ઘટનામાં કુલ ૧૫ જેટલા કામદારો દાઝ્યા હતા. જેમાં રાકેશ વસાવા ખૂબ જ ગંભીર રીતે દાઝ્યા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.







































