બોલિવૂડ એક્ટ્રેસ અને શ્રીદેવીની લાડલી જ્હાનવી કપૂર તેના સ્ટાઇલિશ લુકને કારણે અવારનવાર લાઇમ લાઈટમાં રહે છે. ઈન્ટરનેટ પર લોકોને જ્હાન્વી કપૂરનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ અંદાજ ગમે છે. એક્ટ્રેસે હાલમાં જ ફરી એકવાર પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે. સિલ્વર બોડી કોન ગાઉન પહેરીને એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. ફોટોઝમાં એક્ટ્રેસ સિલ્વર ડીપ નેક ગાઉન પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસે ઓપન હેર અને ગ્લોસી મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ફોટામાં એક્ટ્રેસનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તે જ સમયે, લોકો પણ એક્ટ્રેસની ખૂબસૂરતી પર ફિદા થઇ રહ્યાં છે. જાકે, કેટલાક લોકોને જ્હાન્વીનો આ લુક પસંદ પણ નથી આવ્યો કેટલાક લોકોને જાહ્નવી કપૂરનું સિલ્વર મરમેઇડ ગાઉન પસંદ આવ્યું તો કેટલાકે એક્ટ્રેસને ટ્રોલ કરી. કેટલાકે તેમની તુલના પ્લાસ્ટિક અને ફોઇલ સાથે કરી. જ્હાન્વી કપૂરના લેટેસ્ટ લુક પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, એક્ટિંગ પર ઓછું, પરંતુ ફિગર પર કંઇક વધારે જ ધ્યાન આપ્યું છે. એકે કહ્યું, પ્લાસ્ટિક કપૂર. એક યુઝરે કહ્યું કે આ ફોઈલ પેપરમાં પ્લાસ્ટિક કોણે ભર્યું, તો કોઈએ લખ્યું- આગળ પ્લાસ્ટિક, પાછળ પ્લાસ્ટિક, મોંઢા પર પ્લાસ્ટિક, બધું પ્લાસ્ટિકથી બનેલું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાન્હવી કપૂર ‘એનટીઆર ૩૦’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆરની સામે જાવા મળશે. તે જ સમયે, એક્ટ્રેસ રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે. બીજી તરફ ૨૧ જુલાઈએ એક્ટ્રેસની ફિલ્મ બવાલ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ વરુણ ધવન સાથે જાવા મળશે.