પરંતુ આ…. દામલ તો કાચો કુંવારો ને વળી સંસારી આવું બધું કરવાનું તેને કેમ સૂઝયું… ? આ પ્રશ્ન પણ અકળ છે. કદાચ પ્રેમિકાએ પહેરેલી કે ઓઢેલી અથવા તેની કોઇપણ વસ્તુ પુરૂષપ્રેમીને તેના સ્પર્શમાત્રથી એક અલૌકિક આનંદ મળતો હોય તો નવાઇ નહીં.
એટલે તો…આ ગાઉન પહેરેલ, અર્ધપારદર્શક ગાઉન પહેરેલ અવસ્થામાં જ દામલ બાથરૂમમાંથી બહાર નીકળ્યો ને પછી પેલા આદમકદના આયના સામે ટટ્ટાર ઊભો રહ્યો.
આવી સાવ નવીન તસવીર તેણે તેની પોતાની જાતે પ્રતિબિંબમાં જાઇ, ને એ દ્દશ્ય જાતાંની સાથે તો તેની આંખો ફાટી રહી છતાં પણ તેણે તેના બન્ને હાથ તેની વિશાળ છાતી પર જારથી દબાવ્યા.
આ… તે કેવી ચેષ્ટા ! કેવુ કૃત્ય ! અસ્તિત્વને હચમચાવી નાખે તેવી નિંદનીય ખરાબ રમત – રીતસર બંડ પોકારે તેવી વિચિત્ર દશા તો પણ દામલ હસ્યો, ખડખડાટ હસ્યો, ભયંકર હસ્યો અંતે પ્રતિબિંબ સામે આંગળી ચીંધી તે સાવ ધીમે ધીમે ગણગણ્યો:
“જ્યોતિ, આઇ લવ યુ, હું તને સાચે જ દિલથી ચાહુ છું. તારા એક એક અંગને ચાહુ છું. અરે તારા દેહ પર તે ધારણ કરેલાં નિર્જીવ વસ્ત્રને પણ હું એકદમ હૃદયપૂર્વક ચાહુ છું, એટલે તો જાને, તારા આ ગાઉનને મેં મારા શરીર પર ધારણ કર્યાે છે જા આ ગાઉનમાંથી તારા શરીરની જરા જેટલી રજ, મારા સાવ ખુલ્લા દેહ સાથે અડકી શકે….!”
આટલું બોલી દામલ થોડું શરમાયો. પછી અરિસા સામેથી દૂર થઇ વળી પલંગમાં આડો પડયો. પલંગ પર આમથી તેમ પાગલની જેમ તે કયાંય સુધી આળોટતો રહ્યો. તેને એમ હતું કે કદાચ જ્યોતિના દેહમાંથી નીકળેલી રજ પલંગની પથારીમાં ચોંટી ગઇ હોય અને એ રજ અત્યારે પોતાના શરીરના સમાગમમાં આવી જાય તો… તો પરમસુખ અનુભવવા તો મળે !
આખી રાત આવી જ સ્થિતિમાં દામલ પલંગ પર આમથી તેમ ભીંસાતો ભીંસાતો આળટતો રહ્યો સાથે સાથે પોતાના નાજુક અંગોને દબાણ પૂર્વક ઘસી ઘસીને માનવીય મજાનો આનંદ લૂંટતો રહ્યો. જે પથારીમાં, જે પલંગમાં જ્યોતિએ તેના શરીરને સાચવ્યું હતું એ જ પથારીને એજ પલંગમાં દામલ અત્યારે આવી ચેષ્ટા કરીને અલૌકિક આનંદ અનુભવતો હતો.
આખી રાત અફાટ રીતે પોતાના શરીરને આમ – તેમ અફળાવ્યા પછી, અંતે વહેલી સવારે તે નર્વસ થઇ ઉંઘી ગયેલો. ઉંઘમાં પણ તેનો બડબડાટ શરૂ હતો ઃ જ્યોતિ, તું ઝડપથી આવી જા…ઝડપથી આવી જા!
જ્યારે તેની આંખ ઊઘડી ત્યારે સવારના નવ થયા હતા. એટલે ઝડપથી તે પથારીમાં બેઠો થયો ને વળી અરિસા સામે ઊભો રહ્યો. અરિસામાં તેનું પોતાનું પ્રતિબંધ જાઇ તે સાચે જ હેબતાઇ ગયો. આવી સ્થિતિ ? આ શું…?
ત્યાં તો તેની નજર ગાઉન પર દેખાતાં સફેદ પ્રવાહીના ધબ્બા પર સ્થિર થઇ એ ધબ્બા હજી ભીના અને તાજા હતા. એ સાથે તો તેનું નાનકડું અંગ હજી પણ કદાવર રૂપ ધારણ કરવા તત્પર થતું તેણે જાયું આવું જાતાની સાથે તે ઝડપથી બાથરૂમ તરફ દોડયો. બાથરૂમમાં જઇ પહેલાં તો તેણે તેના શરીર પરથી ગાઉન ઉતાર્યો.
ત્યારે બળાત્કારમાં કોઇ સ્ત્રીકપડાની જેવી હાલત થઈ હોય તેવી હાલત અત્યારે આ ગાઉનની હતી. ગંધ પણ કંઈક અનેરી આવતી હતી એટલે તો તરત જ તેણે ગાઉનને ડોલમાં નાખ્યો. ડોલમાં પાણી ભર્યુ પછી ગાઉનને સારી પેટે થપથપાવ્યો માનો કે ગાઉનને તેણે સાબુથી રીતસર ધોઇ કાઢયો, નીચોવ્યો પણ ખરો ને પછી પેલા પાઇપ પર વ્યવસ્થિત રીતે ગોઠવી પણ દીધો.
જન્મસમયે બાળકના જેવી સ્થિતિ, જેવી હાલત હોય તેવી જ સ્થિતિ અત્યારે દામલની હતી. તેનું આખું શરીર ગંદુ થઇ ગયું હતું એટલે તો બધાં અંગોને સુગંધી સાબુથી ઘસી ઘસીને સાવ ચોખ્ખા કર્યા પછી માથાબોળ સ્નાન કરતા અર્ધી કલાકનો સમય પસાર થઇ ગયો અને જયારે તે બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે પોણા દસ થયા હતા.
કોઇ દિવસ નહીં ને આજે દસ વાગે રૂમમાંથી બહાર નીકળતા દામલને જાઇ બા તો ખૂબ જ ચિંતિત થઇ ગયા હતા. અધીરા થઇ તેના ચહેરાને જાતા, આંખો લાલઘૂમ દેખાતા તરત જ તેમણે પૂછયું ઃ
“તારી તબિયત તો સારી છે ને દીકરા…? જા તો ખરો, તારી આંખો…”
“આમ તો કંઇ ચિંતા જેવું નથી બા…, પરંતુ કોણ જાણે કેમ આખી રાત ઊંઘ નથી આવી, મારી આંખો બંધ થાય કે તરત જ સપનું આવે આંખ તરત ઉઘડી જાય આવું ને આવું સવાર સુધી થયું…” દામાએ પોતાની વાત તદ્‌ન જુદી જ રીતે કરી.
“વિચારો ઓછા કર બેટા, વાંચવા – લખવાનું પણ ઓછું કર ને સારૂં આજે તો ઠીક… પણ રોજ રોજ તારી આવી હાલત થશે તો ભવિષ્યનું શું ? તારે મારો તો વિચાર કરવો જ પડશે…”
“પણ બા…, મને તો આજે જ આવું થયું છે…” દામાએ શાંતિથી કહ્યું.
“એક છોકરીની જાત, ખૂબ સમજણી જ્યોતિ સાચું જ કહેતી કે બા…, પુરૂષ માત્રની જાત બધી જ રીતે વિચિત્ર છે અને વિચિત્ર રહેશે. તેઓ બહારથી દેખાય છે સંત જેવા ને કર્મો કરે છે કંસ જેવા. તો બીજી તરફ આપણને એમ લાગે કે તેઓ નફરત કરે છે પરંતુ એજ આપણને સાચો પ્રેમ પણ કરે છે. દેખાવે તેઓ ખૂબ જ શરમાળ હોય છે પરંતુ રાતના અંધકારમાં, કે પછી એકાંતમાં તેઓ ઓરત જાતના કપડાંને પણ બચકાં ભરી લે છે, એટલે પુરૂષો બધા સારા પણ નથી ને બધા ખરાબ પણ નથી. આ સંસાર છે બા….”
“સાચે જ તમને આવું બધું જ્યોતિએ કહ્યું છે…બા?” આશ્ચર્ય સાથે દામલે બાને પૂછયું. તો બાએ જવાબ આપતાં કહ્યું:
“હા, અમે સાવ નવરા હોઇએ ત્યારે જ્યોતિ ઘણીવાર આવી વાત કરતી. મને લાગે છે કે જ્યોતિ જેટલી કોમળ દેખાય છે અને જેટલી તે સમજણી દેખાય છે તેના કરતા કયાંય વધારે તો તે હોશિયાર અને ચબરાક પણ છે. આટલી નાનકડી ઉંમરમાં તેનામાં વહેવારિક વિવેક અને દ્દષ્ટિ તો તીર જેવી છે. થોડામાં તે ઘણું બધું સમજી જાય તેવી બુધ્ધિશાળી પણ છે…”
“તમારી વાત સો ટકા સાચી છે બા, પુરૂષ જાત વિશેનું તેનું મંતવ્ય કદાચ સાચું પણ હોઈ શકે પરંતુ યુગો વીતવા છતાં પુરૂષ, સ્ત્રીને આજ સુધી ઓળખી શક્યો નથી. સ્ત્રીને હજી સુધી કોઇ ઓળખી શક્યું છે…બા? આપણે પણ જ્યોતિને તે માત્ર પટેલ છે એટલું જ જાણીએ છીએ હા, સ્કૂલમાં એકવાર મે તેને તેના મા – બાપ અને તેના કુટુંબ વિશે પૂછવાની ચેષ્ટા કરી ત્યાં તો તેણે મને ચોખ્ખુ જ સંભળાવી દીધેલું:મારા મા-બાપ, ભાઇ – બહેન કે સગા – સંબંધી વિશે જાણવાની કોશિશ કયારેય નહીં કરવાની…”
“આમ જાઇએ તો તેની વાત સાવ સાચી છે બેટા, આપણે શું ? આપણે તો જ્યોતિથી જ કામ રાખવાનું, તે મને તો ખૂબ જ ગમે છે તેનું એક કારણ એ છે કે તે શિક્ષિકા છે. અને વળી તમે બન્ને એક જ સ્કૂલમાં સાથે સાથે નોકરી કરો છો…” (ક્રમશઃ)