મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પર ફરીથી એક વખત નિશાન તાક્યું છે. ગુના પહોંચેલા દિગ્વિજય સિંહે બીજેપી નેતા પર ગદ્દારીનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યની જનતાએ સરકાર બનાવવા માટે કોંગ્રેસને ચૂંટી હતી પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે ગદ્દારી કરી. તેમણે આરોપ લગાવ્યો કે, જ્યોતિરાદિત્ય ધારાસભ્યોને ૨૫-૨૫ અને ૩૦-૩૦ કરોડ રૂપિયા અપાવીને બીજેપીમાં ચાલ્યા ગયા.
દિગ્વિજય સિંહે આરોપ લગાવ્યો કે, જ્યોતિરાદિત્ય સિંધિયા જે થાળીમાં ખાય છે એજ થાળીમાં છેદ કરે છે. તેમણે જણાવ્યું કે, જે ખાનદાનમાં એક વાર કોઈ ગદ્દારી કરે તો તેની આવનાર પેઢીને ગદ્દારના નામથી ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે, એક દિવસ પહેલા રાઘોગઢમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ દિગ્વિજય સિંહના નજીકના પૂર્વ ધારાસભ્ય મૂલ સિંહ દાદાબાઈના દીકરા હીરેંદ્રને બીજેપીમાં સામેલ કર્યો હતો. આ જ બાબત પર પ્રતિક્રિયા આપતા દિગ્વિજય સિંહે બીજેપી નેતા પર નિશાન સાધ્યું છે.
રાઘોગઢ઼ પહોંચેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હીરેંદ્ર સિંહને બીજેપીમાં સામેલ કરાવ્યો હતો. જોણવા મળ્યા મુજબ ઘણા દિવસ પહેલા જ તેમનું ભાજપ જોઈન કરવાનું નક્કી થઈ ગયું હતું. આ કામમાં જ્યોતિરાદિત્યના સમર્થક મહેન્દ્ર સિંહ સિસોદિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજેપીએ દાવો કર્યો છે કે, હીરેંદ્રએ પોતાના હજોરો સમર્થકો સાથે બીજેપીનો છેડો ઝાલ્યો છે. આ વાત કોંગ્રેસ માટે મોટા આંચકા તરીકે જોવામાં આવી રહી છે.