ઇરમા યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૪૧માં પદવીદાન સમારોહ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. જેમાં તેમને વિદ્યાર્થીઓને સંબોધિત પણ કર્યા હતા.
જેમા તેમણે જણાવ્યું કે, ‘દેશના ગ્રામીણ વિકાસને વેગ આપવો, ગ્રામીણ વિકાસને દેશની અર્થવ્યવસ્થામાં ફાળો આપનાર બનાવવો અને ગ્રામીણ વિકાસ દ્વારા ગામડામાં રહેતા દરેક વ્યક્તિને સમૃધ્ધિ તરફ લઈ જવો, આ કર્યા વિના દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી.’
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘તમને સારું જીવન જીવવાનો અધિકાર છે, પરંતુ સાથે સાથે જેઓ હજુ પણ સારા જીવનનું સ્વપ્ન જુએ છે, જેમના માટે શિક્ષણ હજુ પણ એક સ્વપ્ન છે તેમના માટે થોડો સમય કાઢજો.’
અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ વિકાસ માટે સંપૂર્ણ ગ્રામીણ વિકાસ કેવી રીતે થઈ શકે તેની કલ્પના દેશ અને દુનિયા સમક્ષ મુકવાનું કાર્ય કર્યું છે. જ્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. જ્યાં સુધી વિસ્તારનો વિકાસ નહીં થાય ત્યાં સુધી ગામનો વિકાસ થઈ શકે નહીં. વ્યક્તિના જીવનને અનુકૂળ બનાવીએ, વિસ્તાર અને ગામડાનો વિકાસ કરીએ તો જ ગ્રામ્ય વિકાસનું આ સ્વપ્ન સાકાર થાય છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, વ્યક્તિ, ગામ અને વિસ્તારના વિકાસ માટે મોદી સરકારે ૮ વર્ષમાં ઘણું કામ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, મોદીજીએ ૮ વર્ષમાં દેશના ખૂણે ખૂણે કરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યા. મોદીજીએ દરેક ઘરમાં વીજળી, શૌચાલય પહોંચાડવાનું કામ કર્યું છે. મોદી સરકાર દેશના દરેક ઘરમાં નળથી શુદ્ધ પાણી પહોંચાડવા માટે કામ કરી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, સમુદ્રી જીવન વિશે જોગૃતિ વધારવી, દ્વિપોની સફાઈ કરવી અને એકલ ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકને ખતમ કરવા માટે દુનિયા ૮ જૂનના રોજ મહાસાગર દિવસ મનાવે છે. સમગ્ર દુનિયામાં તેના પર ચર્ચા થઈ. આપણે દીવમાં પણ આવું કરી ચુક્યા છીએ. જે એકમાત્ર એવો વિસ્તાર છે, જ્યાં સમગ્રપણે સૌર ઊર્જાથી કામ ચાલે છે.
અમિત શાહે કહ્યું હતું કે તમને બધાને મળીને ખુશી થઇ છે.ઇરમાએ એવી સંસ્થા છે જેને ગ્રામિણ વિકાસ માટે ઉભી કરાઇ છે.તથા આજના સમય મુજબ ગ્રામીણ વિકાસ કરવો પડે તેમજ ગ્રામિણ વિકાસમાં આપનું યોગદાન રહેશે તથા સરદાર પટેલની ભૂમિ પર ઇરમાએ ગ્રામિણ વિકાસનું કામ ઉપાડયું છે જેમાં ઉપનિષદના અભ્યાસ વગર શિક્ષણ અધુરૂ છે. તેમણે કહ્યું કે ગરીબો માટે કામ કરજો તો આત્મસંતોષ થશે કરોડો કમાવવા કરતાં કોઇને આત્મનિર્ભર કરવાથી આત્મસંતોષ મળશે હું ૧૩ વર્ષની ઉમરથી સાર્વજનિક જીવનમાં છું તથા ગાંધીજીએ કહ્યું હતું કે દેશની આત્મા ગામડાઓમાં વસે છે તેમજ ઘરે ધરે વીજળી પહોંચાડવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે તથા ગામોમાં સરકારે કનેકિટવિટી આપી જેથી આર્થિક ગતિવિધિ વધી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વર્ષે ૬૦૦૦ રૂપિયા આપી આત્મનિર્ભર બનાવ્યા છે તથા આદિવાસીઓના વિકાસને પહેલાની સરકારોએ રૂધ્યો હતો.
પદવીદાન સમારંભ દરમિયાન પીજીડીએમ(આરએમ) ગ્રેજયુએટ અવિનીશ અરોરોને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કુચીભોટલા વાસંતી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રતિષ્ઠિત પુરસ્કારની સ્થાપના આજથી ૨૫ વર્ષ પહેલા પીજીડીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સ્વ સુશ્રી કુચીભોટલા વાસંતીના નામે કરવામાં આવી હતી જેમનું વર્ષ ૧૯૯૭માં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું.
દિલીપી રથે ઇરમા અને રુરલ મેનેજમેન્ટના ક્ષેત્રના મહત્વ અને સૌ કોઇ માટે સમાવેશી વિકાસની ભારતની યાત્રામાં આ સંસ્થાની ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો દિલીપ રથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ઇરમા ગ્રામ્ય વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સહકારી સેકટરમાં મેનેજમેન્ટનું શિક્ષણ આપવા માટેના સેન્ટર ફોર એકસીલેન્સ તરીકે ખુબ જ સારી સ્થિતિમાં છે આથી હું કેન્દ્રીય સહકાર મંત્રીને વિનંતી કરૂ છું કે ઇરમાને સહકારી મંડળીઓ માટાpેની એક કેન્દ્રીય યુનિવર્સિટી તરીકે સ્થાપવામાં આવે જેના માટેનો એક પ્રસ્તાવ પણ સોંપવામાં આવ્યો છે