વિપક્ષી સાંસદો આજે સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી વિરોધ કૂચ કાઢી રહ્યા છે. વિપક્ષી સાંસદોની આ વિરોધ કૂચ સંસદની બહાર અટકાવવામાં આવી હતી. વિપક્ષી સાંસદોનો આ વિરોધ બિહારમાં જીંઇ અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીના મતદાનમાં છેતરપિંડી અંગે ચૂંટણી પંચ સામે છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પણ આ વિરોધમાં ભાગ લીધો હતો.

શશી થરૂરે કહ્યું, ‘જ્યાં સુધી લોકોને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે શંકા છે. ત્યાં સુધી ચૂંટણી પંચની વિશ્વસનીયતાને નુકસાન થઈ રહ્યું છે. જો આ શંકાઓ દૂર કરવામાં આવે, તો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત થઈ શકે છે. ચૂંટણી પંચનું પોતાનું હિત આ પ્રશ્નોના ઉકેલમાં છે.’

બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન મતદાર છેતરપિંડીના આરોપોના વિરોધમાં વિપક્ષી નેતાઓએ સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી પગપાળા કૂચ કાઢી હતી. આ વિરોધ કૂચ સંસદની બહાર અટકાવવામાં આવી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત સહિત ઘણા સાંસદોની અટકાયત કરવામાં આવી હતી.

વિપક્ષનો આરોપ છે કે એસઆઇઆર દ્વારા મતદાર યાદીમાં છેડછાડ કરવામાં આવી રહી છે, જે લોકશાહી અને મતદાનના અધિકારોને નુકસાન પહોંચાડી રહી છે. રાહુલ ગાંધીએ તેને ‘બંધારણ બચાવવાની લડાઈ’ ગણાવી અને ડિજિટલ મતદાર યાદીની પારદર્શિતાની માંગ કરી.