ચાલુ વર્ષ દરમિયાન યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની U -૧૪ ફુટબોલ બહેનો તથા ભાઈઓની રમતનું સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ કોડીનારના ભાઈઓ તથા બહેનોએ ઉમદા પ્રદશન કરી ભાઈઓએ બીજો ક્રમાંક અને બહેનોએ ત્રીજો ક્રમાંક મેળવી શાળા તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું તે બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી, જ્ઞાન શક્તિ સ્કૂલના આચાર્ય જગમાલભાઈ નંદાણીયા તેમજ શાળાના સ્ટાફ પરિવારે તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં શાળા તથા સમગ્ર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભચ્છાઓ પાઠવી હતી.







































