સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદદ વિવાદનો કેસ સિવિલ જજથી પરત ખેંચી વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપ્યો છે. આ સાથે સાથે કેસની સુનાવણી દરમિયાન મસ્જિદદમાં નમાઝ પઢવાનો દેવાનો આદેશ યથાવત રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓએ મસ્જિદદ પર હક્કનો જે દાવો કર્યો તે દાવો યોગ્ય છે કે નહિ તે સૌથી પહેલા નક્કી કરવું પડશે. જ્ઞાનવાપી મસ્જિદદની આગામી સુનાવણી સુપ્રિમ કોર્ટમાં જુલાઇમાં થશે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ મામલે કોર્ટે ત્રણ સૂચન આપ્યા છે. આ સાથે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યુ કે જિલ્લા જજ પોતાના હિસાબે સુનાવણી કરે, કેમ કે તેઓ અનુભવી ન્યાયિક અધિકારી હોય છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ નરસિમ્હા અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ કરી રહી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે ત્રણ સૂચન આપતા કહ્યુ કે અમે નિચલી કોર્ટને કહ્યુ કે મુસ્લિમ પક્ષના આવેદન પર જલ્દી સુનાવણી કરી ઉકેલ મેળવે. જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ આ આવેદન પર નિર્ણય લે છે, ત્યાં સુધી અમારો વચગાળાનો આદેશ પ્રભાવી રહેશે. આ સાથે કહ્યુ કે અમે નિચલી કોર્ટને કોઈ ખાસ પ્રકારે કંઈ કરવાનુ કહી શકીએ નહીં. કેમ કે તેઓ પોતાના કામમાં માહિર છે. ત્યાં મસ્જિદદ કમિટીએ કહ્યુ કે અત્યાર સુધી જે પણ આદેશ ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે તે માહોલ ખરાબ કરી શકે છે. આની પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે આ મામલે બંને પક્ષોના અધિકારોને સીમિત કરશે. તમે કેસના મેરિટ પર વાત કરો.
સુપ્રીમ કોર્ટના ત્રણ સૂચનો આપ્યા છે તેમાં ૧. અમે આદેશ આપી શકીએ છીએ કે ઓર્ડર ૭ રૂલ ૧૧ હેઠળ ટ્રાયલ કોર્ટ અરજીનો નિકાલ કરે.,૨. અમે જે વચગાળાનો આદેશ જોરી કર્યો છે તે ઓર્ડર ૭ રૂલ ૧૧ હેઠળ અરજીનો નિકાલ થવા સુધી જોરી રહે.અને ૩. આ મામલાની જટિલતા અને સંવેદનશીલતાને જોતા અમારો વિચાર છે કે કેસની સુનાવણી જિલ્લા જજએ કરવી જોઈએ કેમ કે તેમની પાસે ૨૫ વર્ષનો અનુભવ છે. જિલ્લા જજના વિવેક પર પ્રશ્ન કરવા જોઈએ નહીં.સમાવેશ થાય છે
આ સાથે કોર્ટે મુસ્લિમ પક્ષને કહ્યુ કે અમે તમારા પક્ષમાં જ સૂચન કરી રહ્યા છીએ. જો ૧૯૯૧ના કાયદા હેઠળ કેસની માન્યતા નક્કી કરવામાં આવશે તો પાછી મુશ્કેલી ઉભી થશે. અમે ટ્રાયલ જજને કહી શકીએ નહીં કે તેઓ કમિશનના રિપોર્ટનુ શુ કરે, તેઓ પોતે સક્ષમ છે, કોર્ટ અમારા તમામ પક્ષો પાસેથી સૂચન ઈચ્છે છે કે અમારો વચગાળાનો આદેશ સૌ ના હિતમાં હોય.
બીજી તરફ જ્ઞાનવાપી મસ્જિદદમાં આજે શુક્રવારની નમાજ પણ થઇ હતી જેને લઇને ત્યાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી, ત્યાં ભીડ ખૂબ વધી ગઇ હતી. આ દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટમાં પણ જ્ઞાનવાપી સાથે જોડાયેલા મુદ્દે સુનાવણી થઇ, જેમાં ૬ જુલાઇ સુધી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસને પાછો જિલ્લા જજ પાસે ટ્રાંસફર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે જિલ્લા જજ જ વજૂ માટે વ્યવસ્થા કરે. કોર્ટે આદેશ આપ્યો કે નમાજમાં કોઇ વિધ્ન ન આવવું જોઇએ. મુસ્લિમ પક્ષના મામલાને ઝડપથી સાંભળવામાં આવે. અહમદીએ કહ્યું કે પૂજો સ્થળના ધાર્મિક ચરિત્રને બદલવા પર સ્પષ્ટરૂપથી પ્રતિબંધ છે. આયોગની રચના કેમ કરવામાં આવી હતી? એ જોવાનું હતું કે ત્યાં શું હતું?
જસ્ટિસ ચંદ્રચૂડ- કોઇપણ સ્થળના ધાર્મિક ચરિત્ર વિશે શોધવું વર્જિત નથી. માની લો કે કોઇ અગિયારી છે અને તેના બીજો ભાગમાં ક્રોસ છે. શું અગિયારીની ઉપસ્થિતિ ક્રોસને અગિયારી બનાવે છે? આ ક્રોસની ઉપસ્થિતિ અગિયારીને ઇસાઇનું સ્થાન બતાવે છે? ઇસાઇ ધર્મના એક લેખની ઉપસ્થિતિ તેને ઇસાઇ નહી બનાવે અને પારસીની ઉપસ્થિતિ તેને આમ નહી બનાવશે. શું ટ્રાયલ જજ અધિકાર ક્ષેત્રની બહાર જતા રહ્યા અને શું રિપોર્ટ લીક થયો હતો. આ અલગ-અલગ મુદ્દા છે. અમે પછીથી જોઇશું.કોર્ટમાં ભારે ભીડ જોમી હતી જેને કારણે દરવાજો બંધ કરવામાં આવ્યા હતાં.