વારાણસીના જ્ઞાનવાપી કેસના એએસઆઇ સર્વે રિપોર્ટ પર ચુકાદો હવે ૨૪ જાન્યુઆરીએ આવશે. કોર્ટે આ કેસમાં આગામી તારીખ ૨૪ જાન્યુઆરી નક્કી કરી છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે એએસઆઇ સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવો કે નહીં તે અંગે કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. આ પહેલા બુધવારે કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ નિર્ણય પહેલા ગુરુવારે આવવાનો હતો. પછી તેને શુક્રવાર પર મુલતવી રાખવામાં આવ્યો અને હવે કહેવામાં આવી રહ્યું છે કે તે ૨૪મી જાન્યુઆરીએ આવશે.
હિન્દુ પક્ષ આ નિર્ણયને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષ સતત આ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી રહ્યું છે. જા કે, મુસ્લિમ પક્ષે રિપોર્ટને સાર્વજનિક કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.
તમને જણાવી દઈએ કે એએસઆઇએ જ્ઞાનવાપી સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારથી હિન્દુ પક્ષ પક્ષોને રિપોર્ટ સોંપવાની માંગ કરી રહ્યું છે. જા કે, મુસ્લિમ પક્ષની સાથે,એએસઆઇએ પણ કોર્ટમાં અરજી આપીને તેને આગામી ૪ અઠવાડિયા સુધી જાહેર કરવાથી રોકવાની માંગ કરી છે. હાઈકોર્ટના આદેશને ટાંકીને એએસઆઇએ કહ્યું છે કે હાઈકોર્ટે તાજેતરમાં જ્ઞાનવાપી સંબંધિત મૂળ ૧૯૯૧ના કેસની ફરીથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
હિંદુ પક્ષના એડવોકેટ સુભાષ નંદન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે એએસઆઇએ તેનો સર્વે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં કોર્ટમાં રજૂ કર્યો હતો. અમે કોર્ટને અપીલ કરી છે કે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં ન રહેવો જાઈએ. તે પક્ષકારોને સોંપવું જાઈએ. જાકે, મુસ્લિમ પક્ષ તેને ગુપ્ત રાખવા માંગે છે. તેથી, કોર્ટ હવે વધુ નિર્ણય લેશે કે રિપોર્ટ સાર્વજનિક કરવો કે નહીં.
આ ઉપરાંત અંજુમન વ્યવસ્થા મસ્જિદ કમિટીએ પણ કોર્ટમાં અરજી આપી છે. જેમાં જ્ઞાનવાપીના વજુખાનાની સફાઈ કરવા માંગ કરાઈ છે. એવું કહેવાય છે કે વુજુખાનામાં માછલીઓ મરી રહી છે. સફાઈની જરૂર છે.