મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ૨૩ નવેમ્બરે મતગણતરી થશે. આ અંગે હવે સમાજવાદી પાર્ટીના મુંબઈ અને મહારાષ્ટ્રના અધ્યક્ષ અબુ આઝમીએ મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો અને તેમના નેતાઓ એટલે કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે તેમની સાથે ચર્ચા કર્યા વિના ઉમેદવારોની યાદી જાહેર કરવી જાઈએ નહીં. જા આમ થશે તો સમાજવાદી પાર્ટી મહાવિકાસ આઘાડીમાંથી બહાર આવશે.
અબુ આઝમીએ કહ્યું કે એમવીએ નેતાઓએ તેમના ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીનું અપમાન ન કરવું જાઈએ. અત્યાર સુધી એમવીએની ઘણી બેઠકો યોજાઈ હતી પરંતુ તેમને માત્ર એક જ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને માત્ર ૫ મિનિટ માટે ચર્ચા થઈ હતી. સમદવાદી પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી છે, તેને હળવાશથી ન લેવી જાઈએ. તેમણે કહ્યું કે જા સમાજવાદી પાર્ટીને વિશ્વાસમાં લેવામાં નહીં આવે અને તેનો યોગ્ય હિસ્સો આપવામાં નહીં આવે, તો સમાજવાદી પાર્ટી અન્ય કોઈપણ ગઠબંધન એટલે કે ત્રીજા મોરચા અથવા પ્રકાશ આંબેડકર સાથે અથવા મહારાષ્ટ્રમાં બેથી વધુ રજિસ્ટર્ડ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે અને પછી જા મુસ્લીમ મતોનું વિભાજન થશે તો તેના માટે સમાજવાદી પાર્ટી નહીં પણ મહાવિકાસ અઘાડી જવાબદાર રહેશે.
અબુ આઝમીએ વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીએ સ્ફછ પાસે ૧૨ સીટોની માંગણી કરી છે. સમાજવાદી પાર્ટીએ પાંચ બેઠકો પર તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અબુ આઝમીએ આ ૫ સીટોના નામની યાદી પણ આપી. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટીએ માનખુર્દ, શિવાજીનગર ગોવંડી, ભીવંડી પૂર્વ, ભીવંડી પશ્ચિમ, માલેગાંવ અને ધુલે બેઠકો માટે તૈયારી કરી લીધી છે. આ સિવાય મુંબઈની અનુશક્તિ નગર સીટ, વર્સોવા, ઔરંગાબાદ પૂર્વ, બાલાપુર, ભાઈખલા, એવી કુલ ૧૨ મુસ્લીમ પ્રભુત્વવાળી સીટો છે જેની સમાજવાદી પાર્ટીએ મહાવિકાસ અઘાડી પાસે માંગણી કરી છે. અબુ આઝમીએ કહ્યું કે ૧૮ અને ૧૯ ઓક્ટોબરે અખિલેશ યાદવ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસ પર આવશે. તેઓ માલેગાંવ અને દુલેની મુલાકાત લેશે. જા સમાજવાદી પાર્ટીને સીટો આપવામાં નહીં આવે અથવા સહમતિ આપવામાં નહીં આવે તો અખિલેશ યાદવ સાથે ચર્ચા કર્યા બાદ સમાજવાદી પાર્ટી અલગથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરશે.