(એ.આર.એલ),ગાઝા,તા.૩૦
ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ચાલી રહેલા હુમલાઓ વચ્ચે, ઇઝરાયેલી સેનાએ મંગળવારે ફરી એકવાર ઈરાનને કડક ચેતવણી આપી છે. ઈઝરાયેલે કહ્યું છે કે જા ઈરાન તેહરાન પર ગયા અઠવાડિયે કરવામાં આવેલા હુમલાનો બદલો લેશે તો ઈરાન તેની “ખૂબ જ આકરી” કિંમત ચૂકવશે. ઈઝરાયલ તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે ઈરાનમાં એવા ટાર્ગેટ્‌સને પણ નિશાન બનાવવામાં આવશે જેને અત્યાર સુધી નિશાન બનાવવામાં આવ્યા નથી.
ઇઝરાયેલના સૈન્ય વડા લેફ્ટનન્ટ જનરલ હરઝી હલેવીએ જણાવ્યું હતું કે જા ઇરાન ઇઝરાયેલ પર બીજા મિસાઇલ હુમલો કરવાની ભૂલ કરશે તો તે તેની સામે “ખૂબ જ મજબૂત” પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે “જા ઈરાન ભૂલ કરે છે અને ઈઝરાયેલ પર મિસાઈલ છોડે છે, તો અમે જાણીએ છીએ કે ઈરાન કેવી રીતે પહોંચવું, આ વખતે અમે હજુ સુધી ઉપયોગમાં લીધેલી ક્ષમતાઓ સાથે ઈરાનમાં કેટલાક લક્ષ્યો પસંદ કરવામાં આવ્યા છે” કારણ કે અમારે આ ફરીથી કરવાની જરૂર પડી શકે છે ” “તે હજી સમાપ્ત થયું નથી, અમે હજી પણ તેની મધ્યમાં છીએ.”
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં તહેરાને ઈઝરાયેલ પર બેલેસ્ટીક મિસાઈલથી હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે ઈરાનના સૈન્ય મથકો અને મિસાઈલ ઉત્પાદન સુવિધાઓ પર હુમલો કર્યો છે. ત્યારપછી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેને લઈને ઈઝરાયેલે ચેતવણી આપી છે.
ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ અમેરિકાએ ઈરાનને સંભવિત જવાબી હુમલાની શક્યતા અંગે પણ ચેતવણી આપી હતી. અમેરિકી રક્ષા સચિવ લોયડ ઓસ્ટીને ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગાલાંટ સાથે વાત કર્યા બાદ કહ્યું કે ઈરાને ઈઝરાયેલના હુમલાનો જવાબ આપવાની ભૂલ ન કરવી જાઈએ.