સૌરાષ્ટ્રની સૌથી મોટી અને કાયમી ગણી શકાય એવી એક સમસ્યા એટલે પાણીનો પ્રશ્ન. અનેક નેતાઓએ તેના કાર્યકાળ દરમિયાન આ સમસ્યાને ઉકેલવા પ્રયત્નો કર્યા પરંતુ તે દરેક પ્રયાસોમાં કઈક અને કઈક તો ખૂટ્યું જ છે. પાણીના આ પ્રશ્નના કારણે અંતે ભોગવવાનું તો બિચારા સામાન્ય માણસને જ પડે છે. પાણી માટે ઢોર વલખાં મારતા જાવા મળે છે અને ખેડૂતો માટે ખતી કેમ કરવી એ મોટો પ્રશ્ન બની જાય છે. જા કે આ વર્ષે તો આ જળસંકટ અત્યારે જ આવી ગયું છે. હજી ચોમાસાને વાર છે ત્યાં જ સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણી ખૂટી રહ્યું છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયો ડેમ સહિતના જળસ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઓછો થઇ રહ્યો છે. સૌની યોજનાથી ભરાતા જળસ્ત્રોતો બાદ કરીએ તો અન્ય જળસ્ત્રોતોમાં જળસંગ્રહમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના આજી-૧ ડેમમાં ૭૬.૧૦ ટકા પાણી છે, જે આગામી તા.૩૧મી જુલાઇ સુધી ચાલશે. ન્યારી-૧ ડેમમાં ૫૯.૭૦ ટકા પાણી છે જે ૩૧મી મે સુધી ચાલશે, ભાદર-૧માં ૫૦.૭૭ ટકા પાણીનો જથ્થો છે જે ૩૧મી જુલાઇ સુધી ચાલશે, વેરી જળાશયમાં ૪.૧૪ ટકા પાણી રહયું છે. તો આજી-૩માં ૪૫.૪૮
ટકા પાણીનો જથ્થો વધ્યો છે, જે ૩૧મી જુલાઇ સુધી ચાલશે. ધોળીધજા ડેમમાં ૫૧ ટકા પાણી છે જે ૩૧મી જુલાઇ સુધી ચાલશે. મચ્છુ-૧માં ૨૮.૨૧ ટકા, મચ્છુ-૨માં ૬૮.૩ ટકા, બ્રાહ્મણી-૧માં ૧૦.૯૦ ટકા, ભાદર-૨માં ૫૮.૬૦ ટકા, મોજમાં ૪૦.૭૨ ટકા, ફોફળ-૧માં ૪૯.૯૩ ટકા, વેણુ-૨માં ૪૨.૪૭ ટકા, Âત્રવેણી ઠાંગામાં ૩૦.૧૭ ટકા અને બ્રાહ્મણી-૨માં ૨૦.૧૯ ટકા પીવાના પાણીનો જથ્થો બચ્યો છે.
સરેરાશ જાઇએ તો રાજકોટ જિલ્લામાં પીવાના પાણીના જળ†ોતોમાં ૫૧.૪૧ ટકા, મોરબીના જળાશયોમાં ૩૮.૧૩ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લાના જળ†ોતોમાં ૪૦.૬૮ ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ઈંધણમાં ભાવવધારાને કારણે ટેન્કરના કોન્ટ્રાક્ટરોએ પણ ભાડામાં ૪૦ ટકાનો વધારો કર્યો છે. આ તમામ બાબતોનો માર તો જનતાને જ ખમવો પડે છે. જા કે આ વખતે ખરી કસોટી સરકારની છે. કારણકે જ્યારે એક તરફ સૌરાષ્ટ્રમાં પાણી ખૂટી રહ્યું છે, મોંઘવારીના કારણે લોકોની ધીરજ ખૂટી રહી છે અને ત્યારે ચૂંટણી આવી રહી છે. આવી નાજુક સ્થિતિ વચ્ચે સામાન્ય માણસને પાણી કેવી રીતે મળે છે એ જ મહત્વનું છે.