ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીમાં દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ભારતે બીજી મેચ પણ ચાર વિકેટથી જીતીને શ્રેણી જીતી લીધી છે. દરમિયાન, સારી વાત એ છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વનડેમાં વધુ એક શાનદાર સદી ફટકારી છે. આ સદીની ઇનિંગ દરમિયાન, રોહિત શર્માએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા. જોકે, રોહિત શર્માની સિદ્ધિ એટલી મોટી હતી કે ઇંગ્લેન્ડના જા રૂટે મેળવેલી સિદ્ધિ પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. જા રૂટે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ઇયોન મોર્ગનનો રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે.
જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે પહેલી વિકેટ ૮૧ રનના સ્કોર પર પડી ગઈ. પહેલી વિકેટ પડ્યા પછી જા રૂટ બેટિંગ કરવા આવ્યો. જ્યારે રૂટ બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે અન્ય બેટ્સમેનો આઉટ થઈને પેવેલિયન પાછા ફરી રહ્યા હતા, પરંતુ જા રૂટે કિલ્લો સંભાળ્યો. બધા જાણે છે કે ભારતીય ટીમ સામે રૂટનું બેટ સારું કામ કરે છે, ફરી એકવાર જા રૂટે આ સાબિત કર્યું. તેણે ૭૨ બોલમાં ૬૯ રનની જારદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે ૬ ચોગ્ગા ફટકાર્યા. જાકે બેન ડકેટે પણ પોતાની ટીમ માટે અડધી સદી ફટકારી અને ૬૫ રન બનાવ્યા, પરંતુ આ પછી પણ જા રૂટે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી. આ ઇનિંગના કારણે ઇંગ્લેન્ડની ટીમ ૩૦૦ રનનો સ્કોર પાર કરવામાં સફળ રહી.
આ સમયગાળા દરમિયાન, જા રૂટે ઇંગ્લેન્ડ માટે વનડેમાં સૌથી વધુ વખત ૫૦ થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. આ પહેલા આ રેકોર્ડ ઇયોન મોર્ગનના નામે હતો, જેણે ૫૫ વખત વનડેમાં ૫૦ થી વધુ રનની ઇનિંગ્સ રમી છે. પહેલા ઇયોન મોર્ગન અને જા રૂટ બરાબરી પર હતા, પરંતુ હવે રૂટે ૫૬મી વખત આ સિદ્ધિ હાંસલ કરીને મોર્ગનને પાછળ છોડી દીધો છે. જા આપણે જાઈએ તો, જા રૂટને ટેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે, પરંતુ રૂટે વનડેમાં જે કામ કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ઈંગ્લેન્ડના ઈયાન બેલ અને જાસ બટલર પણ અનુક્રમે ફક્ત ૩૯ વાર અને ૩૮ વાર જ આ કરી શક્યા છે. જાકે, આટલી શાનદાર ઇનિંગ્સ રમવા છતાં, ઇંગ્લેન્ડની ટીમ મેચ બચાવી શકી નહીં. શ્રેણીની છેલ્લી મેચ ૧૨ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.