ધારીના હિમખીમડીપરામાં રહેતા રણજીતસિંહ ભગવતસિંહ સોલંકીએ પાદરગઢ ગામે રહેતા અનિરુદ્ધ બાઘાભાઈ વાળા, સુર્મીલાબેન બાઘાભાઈ વાળા, લીલાબેન બાઘાભાઈ વાળા તથા બાઘાભાઈ વીરાભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને સામાન્ય વાતમાં ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી. ઉપરાંત અવાર નવાર ગાળો આપીને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને જો ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.