મહારાષ્ટ્રમાં એક દુકાન માલિકે મરાઠીમાં બોલવાનો ઇનકાર કર્યો, ત્યારે તેમને માર મારવામાં આવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટના પર મહારાષ્ટ્રના મંત્રી યોગેશ કદમનું નિવેદન સામે આવ્યું છે. મંત્રી યોગેશ કદમે કહ્યું, “મહારાષ્ટ્ર તમારે મરાઠી બોલવી પડશે. જા તમને મરાઠી નથી આવડતી, તો તમારું વલણ એવું ન હોવું જાઈએ કે તમે મરાઠી નહીં બોલો… જા કોઈ મહારાષ્ટ્રમાં મરાઠીનું અપમાન કરે છે, તો અમે અમારા કાયદાનો અમલ કરીશું.”
જાકે, તેમણે કાયદો હાથમાં લેનારાઓની પણ નિંદા કરી. મંત્રી કદમે કહ્યું, “દુકાન માલિકને માર મારનારાઓએ કાયદો પોતાના હાથમાં ન લેવો જાઈતો હતો. તેમણે સંબંધિત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવી જાઈતી હતી, તો કાર્યવાહી કરવામાં આવી હોત.”
તમને જણાવી દઈએ કે મંગળવારે થાણેના ભાયંદર વિસ્તારમાં કેટલાક લોકોએ મરાઠીમાં ન બોલવા બદલ એક ફૂડ સ્ટોલના માલિકને માર માર્યો હતો. પોલીસે બુધવારે આ ઘટનાની માહિતી આપી હતી. મંગળવારે રાત્રે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં, કેટલાક હુમલાખોરો રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રતીકવાળા પટ્ટા પહેરેલા જાવા મળે છે, જેના કારણે આ આરોપ એમએનએસ કાર્યકરો પર લગાવવામાં આવ્યો છે.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે ખોરાક ખરીદવા આવેલા એક કાર્યકરએ ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં બોલવાનું કહ્યું ત્યારે વિવાદ શરૂ થયો. સ્ટોલ માલિકે આનો વિરોધ કર્યો, જેના કારણે આરોપી કાર્યકર ગુસ્સે થઈ ગયો અને તેના પર બૂમો પાડવા લાગ્યો. તેની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા, જેમણે મળીને સ્ટોલ માલિકને થપ્પડ મારી.
સ્ટોલ માલિકની ફરિયાદ પર, કાશીમીરા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ અજાણ્યા લોકો સામે એફઆઇઆર નોંધી છે. પોલીસે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે.