અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સના બેટર જોશ બટલરે ઈતિહાસ રચી દીધો છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બટલરે ગુજરાત ટાઈટન્સ સામે ફાઇનલમાં ૩૯ રન બનાવ્યા હતા. આ સાથે તે આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટર બની ગયો છે.
ગુજરાત સામે ફાઇનલ મેચ પહેલા બટલરે ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડવા માટે ૨૫ રનની જરૂર હતી. બટલરે ૨૫ રન બનાવવાની સાથે ડેવિડ વોર્નરનો એક સીઝનમાં ૮૪૮ રન બનાવવાનો રેકોર્ડ તોડી દીધો છે. ત્યારબાદ તે આઈપીએલની એક સીઝનમાં સર્વાધિક રન બનાવવા મામલે બીજો સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલ ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીએ ૨૦૧૬ની સીઝનમાં ૯૭૩ રન બનાવ્યા હતા. બટલર ગુજરાત સામે ૩૫ બોલમાં ૩૯ રન બનાવી આઉટ થયો હતો. બટલરના આઈપીએલ-૨૦૨૨માં ૮૬૩ રન થઈ ગયા છે.
આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
રન બેટ્‌સમેન સીઝન
૯૭૩ વિરાટ કોહલી ૨૦૧૬
૮૬૩ જોસ બટલર ૨૦૨૨
૮૪૮ ડેવિડ વોર્નર ૨૦૧૬
૭૩૫ કેન વિલિયમસન ૨૦૧૮
૭૩૩ ક્રિસ ગેલ ૨૦૧૨
૭૩૩ માઇક હસી ૨૦૧૩