રાજુલાના જોલાપર ગામે એક આંખ ઉઘાડતો કિસ્સો બન્યો છે. હાલના સોશિયલ મીડિયાના જમાનામાં લોકો અજાણ્યા ઈસમો સાથે પણ વોટ્‌સએપમાં વાતચીત કરતા હોય છે જેનું ક્યારેક વરવું પરિણામ તેમણે ભોગવવું પડી શકે છે. જોલાપર ગામના યુવકને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવ્યા બાદ સમાજમાં બદનામીના ડરથી ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે ભવાભાઈ નાથાભાઈ વાઘ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, આ કામના ભોગ બનનાર ભરતભાઈ ભવાભાઈ વાઘને ઈન્સ્ટાગ્રામમાં અજાણી વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. જે બાદ વોટ્‌સએપમાં વીડિયો કોલમાં વાત થતી અને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી તેમને મનમાં લાગી આવતાં સમાજમાં બદનામી ન થાય તેથી ઝેરી દવા પી ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.વી. સમા વધુ તપાસ કરી રહ્યા છે.