અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશન અંતર્ગત કડક કામગીરી કરી રહી છે. જોલાપર ગામના પાટીયેથી એક ફોર વ્હીલમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલ મળી હતી. મહુવામાં રહેતા જલ્પેશભાઇ ઉર્ફે છાપરી અરવિંદભાઇ શાહ (ઉ.વ.૩૬)ની કારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી હતી. પોલીસે કાર, દારૂ સહિત ૪,૦૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં રાજુલા, અમરેલી, જાફરાબાદ, વાવેરા, સાવરકુંડલા, બાબરા, મોટા દેવળીયા, અમરાપરા, લીલીયા, ચલાલા, મોટા ભમોદ્રા, બગસરા, પુંજાપાદર, ધારી સહિત વિવિધ જગ્યાએથી ૯૦ પીધેલા પકડાયા હતા. જિલ્લામાં ૧૦ લોકો પાસેથી દેશી દારૂનો જથ્થો મળ્યો હતો.