રાજુલાના જોલાપર ગામે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિર પર ચોર ઇસમો ત્રાટક્યા હતા અને આશરે ત્રણ લાખની મત્તા લઇને અંધારામાં ઓગળી ગયા હતા. આ બનાવ અંગે મંદિરમાં સેવા પૂજા કરતાં વિલાસભારથી મકુભારથી ગૌસ્વામી (ઉ.વ.૩૯)એ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બે દિવસ પહેલા રાત્રિના સમયે ચોર ઇસમે મંદિરમાં ત્રાટકીને શિવલિંગને ચડાવવા માટેનું ચાંદીનું ૩.૦૫ કિલોગ્રામનું મહોરું, છત્તર, પંચધાતુની ગળતી મળી કુલ ૨,૯૬,૨૮૭ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શિવમંદિરમાં ચોરીના પગલે ગામમાં ચકચાર મચી ગઈ હતી. ડુંગર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર પી.બી.ચાવડા વધુ તપાસ કરી રહ્યા છે.