રાજકોટ જિલ્લાના જોમકંડોરણામાં યોજોયેલ ડાયરામાં થપ્પડ કાંડની સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ પોસ્ટ મામલે હાલ જયેશ રાદડિયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ગોંડલના ધારાસભ્યના પુત્ર એ જયેશ રાદડીયાના કાકાને ફડાકા માર્યા હોવાની પોસ્ટ સોશિયલ મિડીયામાં વાયરલ થઈ હતી. જેણા કારણે ખળભળાટ મચી જવા પામ્યો હતો. વાયરલ થયેલ પોસ્ટને લઈને જયરાજસિંહ જોડેજો અને જયેશ રાદડીયાએ ખુલાસો કર્યો છે.
જયરાજસિંહ જોડેજો અને જયેશ રાદડીયાએ કરેલા ખુલાસામાં જોણવા મળી રહ્યું છે કે, ગૌશાળાના લાભાર્થે યોજોયેલ સપ્તાહમાં આવી કોઈ ઘટના બની ન હોવાના બંનેએ ખુલાસો કર્યો છે. વિધ્ન સંતોષી લોકોએ સોશિયલ મિડીયામાં ખોટી પોસ્ટ રજૂ કરી હોવાનો બંને પરિવારે જણાવ્યું છે.
જયરાજસિંહ જોડેજો અને જયેશ રાદડીયા પરિવાર વચ્ચે બે બે પેઢીથી સંબંધો હોવાના બંને રાજકીય આગેવાનોએ જણાવ્યું છે. જેણા કારણે જયેશ રાદડીયા અને જયરાજસિંહ જોડેજોએ લોકોને ખોટા ગેરમાર્ગે ન દોરાવાની અપીલ કરી છે.