ઝારખંડમાં ચતરાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુઆ ગામમાં જોનૈયા સાથે નાચવાની સજો એક યુવતીને મળી છે. પુરુષે પોતાના પરિવાર સાથે મળીને પોતાની પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મામલો સામે આવતા જ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પતિ શીતલ ભારતીની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તેમણે જણાવ્યું કે આ ઘટના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુઆ ગામની છે.
સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર અવિનાશ કુમારે જણાવ્યું કે, સદર પોલીસ સ્ટેશન વિસ્તારના લરકુવા ગામનો રહેવાસી શીતલ ભારતી પોતાની પત્ની સાથે શુક્રવારે તેની બહેનના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે વશિષ્ઠનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘંઘરી ગામમાં ગયો હતો.
તેમણે જણાવ્યું કે શુક્રવાર રાત્રે લગભગ દસ વાગ્યે લગ્ન પ્રસંગે શાંતિ (૨૪) બધા જોનૈયાઓ સાથે નાચવા લાગી, જે તેના પતિ શીતલને ન ગમ્યું. તેમણે જણાવ્યું કે શીતલે ગુસ્સામાં આવીને પોતાના કુટુંબીજનો સાથે મળીને શાંતિને એટલો ઢોર માર માર્યો કે શનિવારે તેનું મોત થઈ ગયું. ઘટના અંગે શાંતિના પરિવારજનોએ આપેલી માહિતીના આધારે સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ લવ કુમારે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી શીતલની ધરપકડ કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ શાંતિનો મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે. તો બીજી તરફ ઝારખંડના ગોડ્ડામાં મેહરમા પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસે એક મહિલા સાથે દુષ્કર્મ કરનારા આરોપી ડોક્ટરની રવિવારે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે મેહરમા પોલીસ સ્ટેશન વિસ્તારના આદિવાસી ટોલાની એક મહિલાએ પ્રખંડ કાર્યાલય નજીક એક નર્સિંગ હોમના સંચાલક કમ ડોક્ટર અમરનાથ કુશવાહા પર ઇલાજ દરમિયાન દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો, જેના આધારે ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે.