સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આયોજિત જોગીદાસબાપુ ખુમાણની પ્રતિમાનું અનાવરણ તા.૧૫/૧૦/૨૪ ના રોજ થશે. જે અનુસંધાને મિટિંગનું આયોજન થયું હતું. સાવરકુંડલા જોગીદાસ બાપુ ખુમાણના નામે ઓળખાય છે અને એમના કોઈ પણ કામ માટે લોકો દોડીને સહભાગી થાય છે. મિટિંગમાં સર્વ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમાનું અનાવરણ મોરારીબાપુ તેમજ સાધુ સંતોના વરદહસ્તે તેમજ રાજકીય મહાનુભાવો, સાવરકુંડલાના વિશેષ મહેમાનોના હસ્તે થશે.