કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે (૪ જુલાઈ, ૨૦૨૬) આ સંદર્ભમાં એક ગેઝેટ સૂચના બહાર પાડી. સૂચનામાં જૈશ-એ-મોહમ્મદ ) અને લશ્કર-એ-તૈયબા સાથે જાડાયેલા ઘણા પાકિસ્તાન સ્થિતિ આતંકવાદીઓના નામ શામેલ છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિઓ ભરતી, તાલીમ, ભંડોળ પૂરું પાડવા, સપ્લાય કરવા, ઘૂસણખોરી અને આતંકવાદી હુમલાઓ કરવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. ગૃહ મંત્રાલય દ્વારા નિયુક્ત આતંકવાદીઓની સૂચિ જુઓ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ૨૩ આતંકવાદીઓની આ સૂચિમાં, મસૂદ ઇલ્યાસ કાશ્મીરીને ૨૦૨૨ ના સુંજવાન આર્મી કેમ્પ હુમલાના કાવતરા સાથે જાડવામાં આવ્યો છે. દરમિયાન, મોહમ્મદ મુસાદ્દીક પર સુંજવાન હુમલામાં ઘૂસણખોરી અને આતંકવાદી કાર્યવાહીનું સંકલન કરવાનો આરોપ છે. ૨૦૧૬ ના નગરોટા આર્મી કેમ્પ હુમલા સાથે જાડાયેલા ઘૂસણખોરી નેટવર્કના મુખ્ય સંચાલક હોવાનું કહેવાય છે તે મુફ્તી મોહમ્મદ અસગર ખાન પણ આ યાદીમાં છે.
આતંકવાદીઓની યાદીમાં રહેલા હાફિઝ અબ્દુલ શકૂર પર ૨૦૧૬ ના નગરોટા હુમલા પહેલા સ્થાનિક નેટવર્ક સાથે સંપર્ક જાળવવા અને ઘૂસણખોરીને સરળ બનાવવાનો આરોપ છે. અબ્દુલ્લા જેહાદી (શાહ નવાઝ/અલ હિજામા) પર નગરોટા હુમલામાં સામેલ આતંકવાદીઓને મદદ કરવાનો અને અનેક ત્નીસ્ કેમ્પ ચલાવવાનો આરોપ છે. ફિરદોસ અહેમદ ભટને લશ્કર-એ-તૈયબા માટે લોંચિંગ કમાન્ડર તરીકે વર્ણવવામાં આવ્યો છે અને તે ઘૂસણખોરી અને લોજિસ્ટિકલ સપોર્ટ સાથે જાડાયેલો છે.આ ઉપરાંત, બિલાલ અહેમદ મીર, ઉર્ફે અહેમદ ભાઈ પર સરહદ પાર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા અને લશ્કર અને ્ઇહ્લ ને શ†ો સપ્લાય કરવાનો આરોપ છે. તેને આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. ગેઝેટ નોટિફિકેશનમાં ૨૩ વ્યક્તિઓના નામ શામેલ છે જેમને વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જાડવામાં આવ્યા છે.ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ ભારતમાં એક કડક આતંકવાદ વિરોધી કાયદો છે. તેનો મુખ્ય હેતુ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ ગેરકાયદેસર અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાનો છે.