સાવરકુંડલા શહેરમાં આવેલ જે.વી. મોદી હાઇસ્કૂલ ખાતે તા.૩૦-૪-૨૫ ના રોજ ઉચ્ચતર માધ્યમિકમાં કામ કરતા જયશ્રીબેન સોલંકી, નાજાભાઈ શિયાળ અને શૈલેષભાઈ ખરાડી પોતાના વતનમાં બદલી કરીને જતા તેમને વિદાય આપવાનો સમારંભ શાળાના ઇન્ચાર્જ આચાર્ય જીતુભાઈ ભટ્ટ અને સ્ટાફ પરિવાર વચ્ચે યોજાયો હતો. થોડાક સમય પહેલા આ શાળામાં આચાર્ય તરીકે નિમણૂંક પામેલા આશિષભાઈ જોષી જુનાસાવર ખાતે આચાર્ય તરીકે જતા તેમને પણ શાળા વતી વિદાઈ આપવામાં આવી હતી. વિદાઈ લઇ રહેલા શિક્ષકો અને આચાર્યને શ્રીફળ, સાકરનો પડો અને શાલ ઓઢાડી સ્ટાફ પરિવાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા.









































