ચલાલા શહેરમાં આજરોજ પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલની કામગીરી ચાલુ કરેલ. ચલાલા શહેરમાં વારંવાર લાઈટ જતી રહેવા જેવા ઘણા વીજપ્રશ્નો છે. આ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાથી ચલાલા શહેરના લોકોને વીજપ્રશ્નોથી રાહત મળશે.
ચલાલા સિટીની અંદર ફરતે અંડરગ્રાઉન્ડ કેબલના કામનું ખાતમુહૂર્ત ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત ભઈલુભાઇ વાળા, જયરાજભાઈ, પરેશભાઈ કાથરોટીયા, દિનમહમદભાઈ બ્લોચ, અવીરતભાઈ માલા, મનસુખભાઈ ગેડિયા, કેતનભાઇ સરવૈયા, સૂર્યવીરભાઈ વાળા, ભરતભાઈ માલવિયા, હિતેશભાઈ રામાણી, મનસુખભાઇ કાથરોટીયા, તેજસભાઈ ગોસાઈ, મિતેશભાઈ ભટ્ટ સહિત શહેરના કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.