અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને સામાજીક સંસ્થાઓ સાથે જાડાયેલા જે.પી સોજીત્રાએ પોતાના લગ્નજીવનની ૪રમી વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી છે. તેમણે સામાન્ય લોકોને ઉપયોગમાં આવે તે માટે ઘરગથ્થુ ઉપચારની બુક બનાવી વિનામૂલ્યે વિતરણ કર્યુ હતુ. જેમાં હઠીલા તથા સામાન્ય રોગના ઘરગથ્થુ ઉપચારોની સુંદર માહિતી આપવામાં આવી છે.