સાથ નિભાના સાથિયાની ગોપી વહુ ઉર્ફે દેવોલીના ભટ્ટાચાર્જીએ ડિસેમ્બર ૨૦૨૨માં બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્નની કરીને ચોંકાવી દીધા હતા. પહેલા તો સૌને તે સીરિયલનું શૂટિંગ કરી રહી હશે તેમ લાગતું હતું પરંતુ તસવીરો સામે આવ્યા બાદ હકીકત પરથી પડદો ખુલ્યો હતો. જ્યારે તેણે પતિ સાથેની તસવીરો શેર કરી ત્યારે ઘણા બધા કારણોને લઈને ટ્રોલ થઈ હતી, જેમાંથી એક કારણ તેમના અલગ-અલગ ધર્મ પણ હતા. આજે પણ આ વાત એક્ટ્રેસનો પીછો છોડી રહી હતી. લગ્નને સાત મહિના થઈ ગયા છે તેમ છતાં આજે પણ જ્યારે તે શાહનવાઝ સાથે તસવીરો અપલોડ કરે છે ત્યારે યૂઝર્સ અભદ્ર ટિપ્પણી કરે છે અને તેમના લગ્નને લવ જેહાદ ગણાવે છે. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં આ મામલે મૌન તોડ્યું હતું અને બરાબરનો જવાબ આપ્યો હતો. આજતકને આપેલા ઈન્ટરવ્યૂમાં દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું હતું કે ‘હું તે નથી જાણતી કે આખરે લવ જેહાદ પાછળનું કારણ શું છે, પરંતુ રોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં જાવા મળે છે, તે જાયા બાદ આ વાતને નકારી શકાય નહીં. આપણો દેશ સેક્યુલર છે. આપણને નાનપણથી જ હળીમળીને રહેવાનું શીખવવામાં આવ્યું છે. મેં પોતે એક મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે. મારા ઘણા તેવા સંબંધી છે જેણે ઈન્ટર-રિલીઝન લગ્ન કર્યા છે. બધા ખુશ છે. કોઈને પણ કોઈ જ પ્રકારની તકલીફ નથી. તેણે ઉમેર્યું હતું કે ‘મારી સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. મને તો બંને સમુદાય ટ્રોલ કરે છે. મારો સમુદાય એટલા માટે ટ્રોલ કરે છે કારણ કે મેં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા છે. શાહનવાઝનો સમુદાય એટલા માટે ટ્રોલ કરે છે. કારણ કે હું લવ જેહાદની વાતો કરું છું અને મંદિરે જાઉ છું. તેમને મારે એટલું જ કહેવું છે કે, આ મારું જીવન છે. મને ખબર છે કે હું શું કરી રહી છું. મને શાંતીથી જીવવા દો. હું કોઈની પાસે જઈને તેમ નથી કહી રહી કે તમે આ રીતે જીવો. તો પછી મને કેમ ટ્રોલ કરી રહ્યા છે? મંદિર કોઈની પર્સનલ પ્રોપર્ટી નથી, જ્યાં હું જઈ ન શકું. મને કોઈ ક્યાંય પણ જતાં અટકાવી શકે નહીં. ટ્રોલિંગને લઈને દેવોલિના ભટ્ટાચાર્જીએ ઉમેર્યું હતું કે ‘મને રોજ લવ જેહાદના નામ પર ખૂબ સંભળાવવામાં આવે છે. માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ મારી સાથે ખરાબ વર્તન કરે છે. જેઓ મારા શુભચિંતક બનીને ફરી રહ્યા છે, જેમાંથી સો લોકોને પણ જા હું ગીતાનો એક અધ્યાય બોલવા માટે કહી દઉ તો તેમની બોલતી બંધ થઈ જશે’. ટ્રોલિંગ પર પતિના રિએક્શન વિશે તેણે વાત કરી હતી અને બંને વચ્ચે કંઈક ઠીક ન ચાલી રહ્યું હોવાને અફવા ગણાવી હતી. તેણે સ્પષ્ટતા કરી હતી કે, તેનો પતિ સોશિયલ મીડિયા પર નથી અને ન આવી નેગેટિવ બાબતો જુએ છે. તેના માટે તેની પત્ની અને કામ જરૂરી છે. આ સિવાય ટ્રોલિંગને તે કેવી રીતે હેન્ડલ કરી શકે છે તે શાહનવાઝ જાણે છે.