અને અમિત શાહનું તો કહેવું જ શું.
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૮
લખીમપુર ખીરી હિંસા મામલાને લઇ વિરોધ પક્ષ સખ્ત વલણ અપનાવી રહ્યું છે અને સતત કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરી
રહ્યું છે.ત્યારે અજય મિશ્રા ટેની દ્વારા એક પત્રકારને ધમકાવવાની વીડિયો સામે આવ્યા બાદ ગૃહ રાજયમંત્રીની વિરૂધ્ધ વિરોધ પક્ષોનું હુમલો વધુ ઉગ્ર થઇ ગયો છે.આ મુદ્દા પર એક ટીવી ન્યુઝ ચેનલની ડિબેટ શોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રિયા શ્રીનેતે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે જે જેટલો મોટો ગુંડો હશે તે દેશના ગૃહ મંત્રાલયમાં આવશે
શો દરમિયાન સુપ્રિયાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ગૃહ મંત્રાલયમાં ચારેય લોકો પર કેસ ચાલી રહ્યો છે નિશીથ પ્રમાણિક,નિત્યાનંદ રાય,અજય મિશ્રા ટેની અને અમિત શાહનું તો કહેવું જ શું.આ ક્રાઇટેરિયા બની ગયો છે કે જે જેટલો મોટો ગુંડો હશે તે દેશના ગૃહ મંત્રાલયમાં આવશે
કોંગ્રેસ પ્રવકતાએ અજય મિશ્રા ટેની પર નિસાન સાંધતા કહ્યું કે આજે ગૃહ રાજયમંત્રીને પાછળના દરવાજોથી ઓફિસ જવું પડે છે સુપ્રીયાએ એસઆઇટીના રિપોર્ટનો હવાલો આપતા ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે લખીમપુર ખીરી હિમલા મામલામાં એસઆઇટી સમજેલું વિચારેલું કાવતરૂ બતાવી રહી છે લખીમપુર ખીરી કિસાન નરસંહારના નામ જોગ આરોપી છે અજય મિશ્રા ટેનીનો પુત્ર આમ છતાં તેની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી તેમણે કહ્યું કે અજય મિશ્રા ટેનીને બચાવવાની ભાજપની એવી કંઇ મજબુરી છે કે તે આવા વ્યક્તિને બચાવી રહી છે તે મારી સમજની બહાર છે.તેમણે કહ્યું કે જો આજે પણ અજય મિશ્રા ટેની પોતાના પદ પર બનેલ છે તો આ ભાજપની નૈતિક દીવાલિયાપણુ છે.
કોંગ્રેસ પ્રવકતાએ કહ્યું કે શું પુત્રે એકલા જ આટલું મોટું કાવતરૂ રચી દીધુ હતું તેના પિતા દેશના ગૃહ રાજયમંત્રી છે.તેને નકારી શકાય નહીં પુછપરછ તો તેમની પણ થવી જોઇએ જયારે કિસાન નેતા રાકેશ ટિકિકે પણ અજય મિશ્રા ટેનીના રાજીનામાની માંગ કરતા કહ્યું કે નૈતિકતાના આધાર પર તેમનું રાજીનામુ લેવું જોઇએ સરકારના લોકો ક્યાં સુધી તેમને બચાવશે