કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે સાર્વજનિક ક્ષેત્રની કંપની એચએએલની યોગ્યતાઓ જણાવતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું, “થોડા વર્ષો પહેલા રાહુલ ગાંધીએ એચએએલની ટીકા કરી હતી અને સરકાર પર નિશાન સાધવા અને લોકોને વિચલિત કરવા અને ગેરમાર્ગે દોરવા માટે જૂઠાણાંનો ઉપયોગ કર્યો હતો, અને કહ્યું હતું કે એચએએલ એક એવી કંપની છે જે બીમાર થવા જઈ રહી છે.”કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “આજે લોકોને એ જાણીને આનંદ થશે કે કેવી રીતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એચએએલ રૂ. ૧.૩૫ લાખ કરોડની કંપની બની છે. એચએએલના શેરમાં ૨૦૧૩ની સરખામણીમાં પાંચ ગણો ઉછાળો આવ્યો છે.
” સંસદમાં હંગામા પર બોલતા, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “વિપક્ષ ગૃહમાં કોઈ ચર્ચા નથી ઈચ્છતો કારણ કે જા ચર્ચા થશે તો સત્ય બહાર આવશે. સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે…કોંગ્રેસ ક્યારેય ચર્ચા માટે નહીં આવે, તેઓ ડરી ગયા છે કારણ કે તેઓ ચર્ચા દરમિયાન જે સત્ય બહાર આવશે તેનાથી ડરે છે.”