અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ દરમિયાન હવે બીજેપી નેતા ઉમા ભારતીએ કાશી અને મથુરાને લઈને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે અયોધ્યાની જેમ કાશી અને મથુરાને પણ તેમનો અધિકાર મળશે. આ વખતે આંદોલન નહીં થાય કારણ કે અયોધ્યામાં પુરાવા ખોદવાના હતા, પરંતુ કાશી અને મથુરામાં ખોદવાની જરૂર નથી. પુરાવા ત્યાં છે. મુસ્લીમોને કોર્ટમાં જવાનો અધિકાર છે. તેઓ કોર્ટના આદેશનું પાલન કરે છે. તેમને કહ્યું કે જે રીતે અયોધ્યામાં થયું તે જ રીતે કાશી અને મથુરામાં પણ થશે.
ઉમા ભારતીએ કહ્યું કે અયોધ્યામાં ખોદકામ બાદ પુરાવા મળ્યા છે. પરંતુ કાશી અને મથુરામાં ખોદકામ વગર પુરાવા મળ્યા છે. તેથી પુરાવાના આધારે કોર્ટ જે નિર્ણય આપશે તેને અમે સ્વીકારીશું. પરંતુ અમને વિશ્વાસ હશે કે તે જગ્યાએ મંદિર બનવું જોઈએ.  તેમણે કહ્યું કે આ દેશના મુસ્લીમોને કાયદા હેઠળ હિંદુઓની જેમ સમાન અધિકાર છે. તેમને કોર્ટમાં જવાનો અધિકાર છે. પરંતુ પછી તેઓએ કોર્ટ દ્વારા આપવામાં આવેલ નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે કાશીના જ્ઞાનવાપીનો કેસ આ દિવસોમાં કોર્ટમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ વ્યાસજીના ભોંયરામાં પૂજા માટે પણ પરવાનગી આપવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી મસ્જીદ કમિટી વતી અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ૧૯ ફેબ્રુઆરીના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ટાઈટલ સૂટને પડકારતી મુસ્લીમ પક્ષની અરજીઓ ફગાવી દીધી હતી. સાથે જ, હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે વારાણસીમાં મસ્જીદની જગ્યા પર મંદિરના પુનઃસ્થાપનની માંગ કરતા મામલા સાંભળવા યોગ્ય છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બેન્ચે આ સુનાવણી અંગે કહ્યું હતું કે અમે આ કેસને મુખ્ય કેસ સાથે જાડીશું.