વલસાડ જિલ્લાના વાપીની ૮ વર્ષની બાળકી પર વર્ષ ૨૦૧૭ માં પિતાના મિત્રને ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજોરવા બદલ કોર્ટે આજીવન કેદની સજો ફટકારી છે. વલસાડ પોસ્કો કોર્ટ દ્વારા પહેલાવીર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને સજો ફટકારી હતી હતી. બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને આજીવન કેદની સજો ફટાકારાઈ છે.
વલસાડ જિલ્લાના વાપી ખાતે બનેલો આ બનાવ છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૮ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર રમતી હતી. ત્યારે તેના પિતાનો મિત્ર શત્રુ લલન દેવાસી ત્યાં આવ્યા હતા. પિતાના મિત્રએ તેને ચોકલેટની લાલચ આપી હતી, અને ‘તારા પિતા પાસે લઈ જઉર્ એમ કહીને ત્યાંથી ઉપાડી ગયો હતો. શત્રુ બાળકીને નજીકમાં આવેલા મંદિર પાસે અવાવરું જગ્યામાં લઈ ગયો હતો. જ્યાં તેણે દીકરી સમાન ૮ વર્ષની બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અને તેને રઝળતી છોડી દીઘી હતી.
જેના બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચી હતી. ત્યારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચતા બાળકીને દમણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ બાળકી સાથે દુષ્કર્મ થયુ હોવાનુ સામે આવ્યુ હતું. વાપી ટાઉન પોલીસ મથકે બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શત્રુÎન લલન દેવાસી સામે પરિવારે એફઆઇઆર નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે આરોપી શત્રુÎનની ધરપકડ કરી હતી. આ કેસ વલસાડની પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચલાવવામા આવ્યો હતો. જેમાં બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.
આજે વલસાડ ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશ્યલ કોર્ટના જજ એમઆર શાહે આરોપીને આજીવન સખત કેદની સજો ફટકારી છે. તેમજ બાળકીને ૭ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લા કોર્ટમાં પ્રથમ વખત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આરોપીને સજો ફટકારાઈ હતી અને સજો વિશે આરોપીને સાંભળવામાં આવ્યો હતો. આ કેસમાં બાળકીની સચોટ જુબાની અને મેડિકલ પુરાવાને ધ્યાને રાખીને તેમજ વલસાડ પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમઆર શાહે સખત સજો ફટકારતો હુકમ કર્યો છે.