બિહાર સરકારના મંત્રી અને ભાજપ નેતા નીરજકુમાર સિંહ બબલુએ કહ્યું કે જોતિ આધારિત વસ્તીગણતરીમાં બિહારમાં ગેરકાયદેસર રીતે રહેનારા રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનોની પણ ગણતરી થવી જોઇએ.નીરજકુમાર સિંહ બબલુનો તર્ક છે કે ગત કેટલાક વર્ષોમાં બિહારમાં મુસ્લિમ વસ્તી ખુબ તેજીથી વધી રહી છે અને આવામાં જોતિ આધારિત વસ્તી ગણતરીથી સ્પષ્ટ થઇ જશે કે બિહારમાં મુસલમાનોની વસ્તી કેટલી ગતિથી વધી રહી છે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે માંગ ઉઠાવી છે કે બિહારમાં ગેરકાયદેસર રહેતા રોહિંગ્યા અને બાંગ્લાદેશી મુસલમાનોની ગણતરી જોતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન થવી જોઇએ નહીં.
બિહાર સરકારમાં મંત્રી નીરજકુમાર સિંહ બબલુએ કહ્યું કે જોતિ આધારિત વસ્તી ગણતરીથી સ્પષ્ટ થઇ જશે કે કયાં સમાજના લોકોની કેટલી જનસંખ્યા વધી છે ખાસ કરીને લધુમતિ સમાજની,બિહારમાં જે ધુષણખોરો રહે છે પછી તે રોહિગ્યા હોય કે પછી બાંગ્લાદેશી આ તમામ ઇચ્છે છે કે કાયદેસરથી રહ્યાં હોય કે ગેરકાયદેસરથી તેમની પણ ગણતરી થવી જોઇએ
બબલુએ લધુમતિઓ પર નિશાન સાંધતા આશંકા વ્યકત કરી કે એવા પણ અનેક મુસ્લિમ સમાજના લોકો છે જે ૩-૩ પત્નીઓ રાખે છે અથવા તો તેમના ૧૫-૨૦ બાળકો હોય છે અન ે આ સંખ્યા છુપાવવા માટે તે ગણતરી કરાવવા ઇચ્છતા નથી જો તે ઇચ્છે છે કે જોતિ આધારિત વસ્તી ગણતરી દરમિયાન એક એક વ્યક્તિની ગણતરી થવી જોઇએ.
નીરજ બબલુએ કહ્યું કે બિહારમાં અનેક એવા લોકો રહે છે જે જયારે ગણતરી શરૂ થાય છે તો તે ગણતરી છુપાવે છે.અનેક લોકોને ત્રણ ત્રણ પત્ની અને ૧૫-૨૦ બાળકો હોય છે તેની તે ગણતરી કરાવવા ઇચ્છતા નથી હું ઇચ્છુ છું કે આ એક એક વ્યક્તિની ગણતરી થવી જોઇએ જેથી એ સ્પષ્ટ થાય કે લધુમતિ સમાજની વસ્તી કેટલી ઝડપથી બિહારમાં વધી રહી છે.-