અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને વીરજીભાઈ ઠુમ્મર જોડાયા

ઈન્‍ડીયા ગઠબંધન તરફથી કોંગ્રેસના મહિલા અને શિક્ષીત ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે આજે રાજુલા-જાફરાબાદ અને ટીંબી શહેરમાં લોકોને મળી અને આશીર્વાદ લીધા હતા અને વેપારીઓને મળી તેમને પડતી વેપાર ધંધાની તકલીફો વિશે માહિતી મેળવી હતી. આ તકે તેમણે નાના અને મધ્યમ વેપારીઓની મુખ્‍ય સમસ્‍યા જીએસટીની જટીલ પ્રક્રિયા જાણી હતી ત્‍યારે જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતું કે સરકારે જીએસટીની પ્રક્રિયા જેટલી સરળ બને તેટલી બનાવવી જોઈએ. રાજુલા-જાફરાબાદ અને ટીંબી વિસ્‍તારના યુવાનોને સ્‍થાનિક કંપનીઓમાં ૭૦ % જેટલી નોકરીઓ રીઝર્વ રાખવામાં આવે તેવી માંગણી અને અપીલ કંપનીઓને કરી હતી. સાથે જણાવ્‍યુ કે અમરેલી જિલ્‍લાના દરેક તાલુકા મથકે મજૂરો અને કડીયા કામ કરનાર તેમજ વિવિધ કારીગરો સાથે બેસી અને કામ કરી શકે તે માટે વિશ્વકર્મા ભવન બનાવવાનો મારો પ્રયત્‍ન રહેશે. આ વિસ્‍તારમાં નિર્માણ પામી રહેલ કોપર કંપનીનો ખેડૂતો અને સમાજના આગેવાનો વિરોધ કરી રહૃા છે તેને મારી સંપૂર્ણ ટેકો છે તેમ જેનીબેન ઠુમ્‍મરે અંતમાં જણાવ્‍યુ હતું. ત્‍યારબાદ રાજુલા-જાફરાબાદ અને ટીંબી શહેરમાં જંગી જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક ઉપસિ્‍થત રહૃા હતા. તેમણે જણાવ્યું કે કેન્‍દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો યુવાનો માટે કેન્‍દ્ર સરકારના સરકારી વિભાગોમાં ૩૦ લાખ નોકરીઓની જગ્‍યા ખાલી છે, તે સરકાર આવતા તુરંત ભરવામાં આવશે. ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મનરેગા અંતર્ગત થતા રાહત કામોમાં રૂ.૪૦૦ સુધી રોજી કરવામાં આવશે, જોમેટો, સ્‍વીગી, કુરીયર જેવી કંપનીમાં કામ કરવાવાળા લોકોને સમાજિક સુરક્ષા આપવામાં આવશે. અમરેલી જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂંટણી ગેરંટીને વાંચી સંભળાવી હતી. પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્‍મરે જણાવ્‍યુ કે વેકસીન બનાવતી કંપનીઓએ સ્વીકાર્યુ છે કે રસીના કારણે બ્રેન સ્ટ્રોક અને કાર્ડીયો એટેકની સંભાવના છે ત્‍યારે આ માટે તાત્‍કાલીક તપાસ થવી જોઈએ જેથી દેશના ૭૦ ટકા વેકસીન લીધેલા લોકોને કઈ પ્રકારની તકલીફ પડી છે તેની મેડિકલ તપાસ થાય. બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઈ વરૂએ જણાવ્‍યુ હતું કે આજનો યુવાનને અને ખાસ કરીને રાજુલા-જાફરાબાદ વિસ્‍તારમાં મોટી-મોટી કંપનીઓ છે છતાં સ્‍થાનિક યુવાનોને રોજગારી મળતી નથી. મઆ વિસ્‍તારના ખેડૂતો ખુબ મહેનતુ છે પરંતુ કપાસ અને અન્‍ય ખેત પેદાશોના ભાવ ન મળતા નિરાશ છે ત્‍યારે માનનીય રાહુલ ગાંધીએ એમ.એસ.પી. મુજબ ખેડૂતોને ભાવ આપવાની વાત કરી છે હું તેને આવકારુ છું. આ તકે જેનીબેન સાથે પ્રવાસમાં અને બાદમાં વિશાળ સંખ્‍યામાં લોકો જોડાયા હતા.
જેમાં જિલ્‍લા કોંગ્રેસ સમિતિ ઉપ.પ્રમુખ ટીકુભાઈ વરૂ, શહેર કોંગ્રેસ પ્રમુખ રવિભાઈ ધાખડા, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગાંગાભાઈ હડીયા, જિલ્‍લા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કાછડ, ભરતભાઈ વાણીયા, હિતેશભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીના ભરતભાઈ બલદાણીયા, નાયાભાઈ ગુર્જર, ભગવાનભાઈ વાઘ, અબ્‍દુલભાઈ સેલોત, દિપકભાઈ ત્રિવેદી, રસુલભાઈ કુરેશી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ બાલાભાઈ વાણીયા, કરણભાઈ કોટડીયા, દલપતભાઈ સરપંચ વડલી, લાલજીભાઈ પરમાર, રાહુલભાઈ ધાખડા, દાદભાઈ બારોટ, જાફરાબાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ બાંભણીયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ પરમાર, રમેશભાઈ બાંભણીયા, યુવા કોંગ્રેસના પ્રમુખ યુવરાજભાઈ વરૂ, આરીફભાઈ સરવૈયા, આમ આદમી પાર્ટીના પરશોતમભાઈ બારૈયા,મનોજભાઈ પરમાર, અમરાભાઇ, રવિભાઈ જોરુભાઈ, ભગવાનભાઈ વાઘ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.