અમરેલી લોકસભામાં આજરોજ મતદાન થવા જઈ રહ્યુ છે ત્યારે કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર દ્વારા અમરેલીમાં વેપારીઓનો ડોર ટુ ડોર સંપર્ક કરી અને વિજય વિશ્વાસ સાથે વેપારી મહાજનોના આશીર્વાદ લીધા હતા. આ તકે તેમણે વેપારીઓ સાથેની ચર્ચામાં મુખ્યત્વે જી.એસ.ટી.ના પ્રશ્નોની માહિતી મેળવી હતી ત્યારે તેમણે જણાવ્યુ હતું કે અમરેલી જિલ્લામાં વેપાર ધંધાઓ ભાંગી રહૃા છે. ત્યારે અહીંના લોકો રોજગારીની તલાશમાં મહાનગરો તરફ જાય છે. ત્યારે અમરેલી શહેર અને જિલ્લાને વિકસિત બનાવવા માટે સૌપ્રથમ ઉચ્ચ ગુણવત્તા વાળી શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે એન્જીનીયરીંગ કોલેજ, મેડિકલ કોલેજ, સૈનિક સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલયનું નિર્માણ થાય અને બહારના વિદ્યાર્થીઓ અહીયા અભ્યાસ માટે આવે અને અમરેલી જિલ્લાનું અર્થતંત્ર વેગવંતુ બને. આ ઉપરાંત અમરેલી શહેર અને જિલ્લામાં મોટામાં મોટી સમસ્યા પાણીની છે. અહીંયા મેન પાવર છે પણ પાણી ન હોવાના કારણે પુરતા ઉદ્યોગોનો વિકાસ થઈ શકયો નથી માટે અમરેલીને ઔદ્યોગિક હેતુ માટે પૂરતું પાણી મળી રહે તે માટે મારી રાજય અને કેન્દ્ર સરકારમાં કાયમી રજૂઆતો રહેશે. જેથી કરીને અમરેલીમાં વેપાર ધંધામાં વૃદ્ધિ થાય, અમરેલી જિલ્લાનું વડુ મથક છે ત્યારે અહીંયાથી બ્રોડગેજની સુવિધા મળે અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો અને યાત્રાધામને જોડતી ટ્રેનો શરૂ કરવામાં આવે તેવા મારા પ્રયત્નો રહેશે તેવી વેપારીઓને ખાતરી આપી હતી. અમરેલીમાં ડો.જીવરાજ મહેતા યુનિવર્સિટીની સ્થાપના થાય અને અહીંયાના વિદ્યાર્થીઓને સસ્તુ અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મળી શકે. અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી પર નભતો જિલ્લો છે. ત્યારે ખેડૂતો સમૃધ્ધ બને તે માટે વિવિધ યોજનાઓ અને આધુનિક ખેતી દ્વારા રોજગારીની તકો વધે માટે મારા પ્રયત્નો રહેશે. અમરેલીના ઈન્ફાસ્ટ્રકચરના વિકાસમાં સૌથી મોટુ કોઈ ગ્રહણ હોય તો તે છે ઈકો સેનિ્સટીવ ઝોન ત્યારે મારી રાજય અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે આ ઈકો સેનિ્સટીવ ઝોન મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે તો રેતીની લીઝ મળી શકે અને લોકોને સસ્તી રેતી મળે અને મજૂરો અને કારીગર વર્ગના લોકોને પુરતી રોજગારી મળી શકે અને અમરેલી જિલ્લાનો બાંધકામ ઉદ્યોગ સરળ બની શકે તે અમારી પ્રાથમિકતા રહેશે.
મતદારોને મતદાન માટે અપીલ કરતા જેનીબેન ઠુમ્મરઆજરોજ મતદાન છે ત્યારે અમરેલી લોકસભા વિસ્તારના મતદારો લોકસભાના વિસ્તારના વિકાસ માટે કોંગ્રેસ તરફી જંગી મતદાન કરે તે માટે જેનીબેન ઠુમ્મરે મતદારોને અપીલ કરી હતી.